શોધખોળ કરો

રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ

ભાવનગરના 40થી વધુ યાત્રાળુઓ સોમનાથ દાદાના દર્શન કરી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે માંગરોળના રઈજ ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત; હાઈ-વે પર મચી ચીસાચીસ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ રોઝડાને કારણે પલટી.
  • બે યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મૃત્યુ.
  • ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા.
  • પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવી તપાસ હાથ ધરી.

Somnath to Dwarka Bus Accident: ગુજરાતના હાઈ-વે પર અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ જ છે. સોમનાથ મહાદેવના દર્શન કરી દ્વારકા જઈ રહેલી ભાવનગરના શ્રદ્ધાળુઓની એક ખાનગી બસને જૂનાગઢના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. રસ્તામાં અચાનક એક રોઝડું (નીલગાય) આવી જતાં ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ જોરદાર પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં 2 યાત્રાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

રસ્તા વચ્ચે અચાનક પશુ આવી જતાં સર્જાઈ દુર્ઘટના

મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ ખાનગી ટ્રાવેલ્સની બસમાં ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ સવાર હતા. આ તમામ યાત્રિકો ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કરીને દેવભૂમિ દ્વારકા જવા રવાના થયા હતા. બસ જ્યારે પૂરઝડપે માંગરોળ પાસે આવેલા રઈજ ગામ નજીક હાઈ-વે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ રસ્તાની વચ્ચે એક રોઝડું આવી ગયું હતું. પશુને બચાવવા જતાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને જોતજોતામાં આખી બસ પલટી ખાઈને રસ્તા પર પછડાઈ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓ માટે આ યાત્રા તેમની અંતિમ સફર બની ગઈ હતી.

હાઈ-વે પર ગુંજી ઉઠી મરણચીસો, સ્થાનિકો મદદે દોડ્યા

અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી મારતા જ અંદર સવાર મુસાફરોમાં ભારે ફફડાટ અને બૂમાબૂમ મચી ગઈ હતી. ઘાયલ લોકોની ચીસોથી આખો હાઈ-વે ગુંજી ઉઠ્યો હતો. બસ પલટી ખાવાનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવીને બસમાંથી ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢ્યા હતા અને 108 ને જાણ કરી હતી.

વલસાડના કુંભઘાટ પર કાળમુખો અકસ્માત: ટ્રક ઈકોની ટક્કરમાં 7 ના કરૂણ મોત, 2 ની હાલત નાજુક

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો

આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ઈજાગ્રસ્તોમાં નીચેના લોકોનો સમાવેશ થાય છે:

પ્રવિણાબેન ગઢવી (ઉંમર 55 વર્ષ)

પરીતાબેન મકવાણા (ઉંમર 18 વર્ષ)

જીજુબેન દેવકુભાઈ (ઉંમર 60 વર્ષ)

સોનલબેન (ઉંમર 33 વર્ષ)

ઉષાબેન ગઢવી (ઉંમર 40 વર્ષ)

રાજેશભાઈ રાવત (ઉંમર 55 વર્ષ)

અજીત પવારનું મોત અકસ્માત કે કાવતરું? શરદ પવારે તોડ્યું મૌન; મમતાની માંગ પર આપ્યો આ જવાબ

બીજી તરફ, હાઈ-વે પર બસ પલટી જવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં માંગરોળ પોલીસનો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેન બોલાવીને બસને રસ્તા પરથી હટાવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતકોના પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ભાવનગર અને માંગરોળ પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

Frequently Asked Questions

જૂનાગઢ નજીક બસ અકસ્માત કેવી રીતે થયો?

જૂનાગઢના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. રસ્તા પર અચાનક રોઝડું આવી જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને બસ પલટી ખાઈ ગઈ.

આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા ઘાયલ થયા?

આ ગોઝારી ઘટનામાં 2 યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બસમાં કેટલા મુસાફરો સવાર હતા અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા?

આ ખાનગી બસમાં ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ સવાર હતા. તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરી દેવભૂમિ દ્વારકા જવા રવાના થયા હતા.

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ શું મદદ કરી?

બસ પલટી ખાવાનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે બસમાંથી ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget