શોધખોળ કરો
Advertisement
રાજયમાં આવતીકાલથી 5 ઝોનમાં સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી એસટી બસ શરૂ થશે
ગુજરાતમાં લોકડાઉન-4 દરમિયાન અમદાવાદ સિવાય એસ.ટી. બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલથી તબક્કાવાર શરૂ કરવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાતમાં લોકડાઉન-4 દરમિયાન અમદાવાદ સિવાય એસ.ટી. બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલથી તબક્કાવાર શરૂ કરવામાં આવશે. બુધવારથી સમગ્ર રાજ્યમાં એસટી બસ ચાલુ કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ સમગ્ર રાજ્યમાં બસ સેવા ચાલુ રહેશે. જેમાં પાંચ જેટલા ઝોનમાં આ સેવા શરૂ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં વહેંચવામાં આવી છે. જેમાં મોટી બસમાં 30 મુસાફરો અને મિની બસમાં 18 મુસાફરો મુસાફરી કરી શકશે.
મુસાફરો ઈ-ટિકિટ અથવા મોબાઈલ ટિકિટ મારફતે મુસાફરી કરે તે માટે રાજ્ય સરકારે અપીલ કરી છે. સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડના ટિકિટ કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડક્ટર પાસેથી પણ ટિકિટ મેળવી શકશે. મુસાફરે સવારીના 30 મિનિટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement