શોધખોળ કરો

Bharuch: સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયના અંગત મદદનીશની અન્ય પોલીસકર્મીએ જાસૂસી કર્યાનો આરોપ લાગતા ખળભળાટ

ભરૂચ:  પોલીસના બે કર્મચારીઓએ સ્ટેટ મોનીટરીંગ સેલના વડાની જાસૂસી કર્યાનો સૂત્રોએ દાવો કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયના અંગત મદદનીશની જાસૂસી કર્યાનો દાવો કરવામાં આવતા ચકચાર મચી છે.  

ભરૂચ:  પોલીસના બે કર્મચારીઓએ સ્ટેટ મોનીટરીંગ સેલના વડાની જાસૂસી કર્યાનો સૂત્રોએ દાવો કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયના અંગત મદદનીશની જાસૂસી કર્યાનો દાવો કરવામાં આવતા ચકચાર મચી છે.  અશોક સોલંકી અને મયુર ખુમાન દ્વારા મોનિટરિંગ સેલના 15 જેટલા મહત્વના અધિકારીઓની જાસૂસી કરાઈ હોવાની ચર્ચા છે. અધિકારીઓના ફોન ટ્રેસ કરી તેની માહિતી બુટલેગરોને પહોંચડતા હતા. 

મોનિટરિંગ સેલના 600 કરતાં વધારે લોકેશન ટ્રેસ કરી બુટલેગરો સુધી પહોંચાડ્યાનો સૂત્રોનો દાવો છે. SMCની ટીમ કયા વિસ્તારમાં છે તેની માહિતી પોલીસ કર્મચારીઓ બુટલેગરોને આપતા હતા. SMCના અધિકારીઓ ક્યાં હાજર છે તેની વિગતો બુટલેગરોને આપતા હતા. સૂત્રોના દાવા પ્રમાણે અશોક સોલંકી અને મયુર ખુમાન બુટલેગરોને માહિતી વેચતા હતા. પોલીસકર્મીઓ દ્વારા પોલીસના જ અધિકારીઓની જાસૂસી કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.

ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાનની ખુલ્લી પોલ

વલસાડ: શિક્ષણનો સ્તર ઊંચું લાવવા માટે સરકાર સતત ખર્ચ કરી રહી છે અને સ્કૂલ ચલે હમ અને પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા સ્લોગનો આપવામાં આવે છે. પણ જમીની હકીકત કઈંક જુદી જ છે. અલગ અલગ વિભાગોની ફાઇલમાં આ બાળકોના ભણવાના ઓરડા ખોવાઈ જાય છે. વલસાડ જિલ્લામાં કોઇક જગ્યાએ ટેરેસ પર તો કોઈક જગ્યાએ મંદિરમાં તો કોઈક જગ્યાએ દૂધની ડેરીમાં બાળકો ભણી રહ્યા છે. ત્યારે એક સ્લોગન એવું પણ બની શકે કે પઢને કા મકાન હોગા તો હી તો પઢેગા બચ્ચા. વલસાડમાં ઓરડાને લઈને એક ઘટના સામે આવી છે.

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં આજે પણ શિક્ષણ સ્તરે હજુ પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ભદેલી ગામ એટલે દેશના માજી વડા પ્રધાન અને ભારત રત્ન સ્વ. મોરારજી દેસાઈના ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બનતા બાળકોએ ખુલ્લામાં ટેરેસ પર અથવા એક સાથે બે ધોરણના બાળકોએ આચાર્યના ઓફિસમાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. નવાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 117 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે શાળામાં 8 ઓરડાઓ પૈકી 2 ઓરડાઓ ચાલુ છે. જેમાં એક આચાર્ય તથા શિક્ષકોની ઓફીસ છે ત્યારે બાળકોએ ખુલ્લામાં ન બેસવું પડે એ માટે આચાર્યની ઓફિસમાં ભણાવવામાં આવે છે. સાથે એક ઓરડામાં જ બંને ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે તો અન્ય ધોરણના બાળકોને ટેરેસ પર બેસાડવામાં આવે છે.

બાળકો વધુ હોવાના કારણે બે બેચમાં બાળકોને બોલાવવામાં આવે છે. સાથે ધોરણ 1 અને 2 , ધોરણ 3 અને 4 ના બાળકોને સાથે બેસાડીને પણ અભ્યાસ કરવામાં આવે છે. નવાપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં થતા શિક્ષણ વિભાગ દ્રારા વર્ષ 2018માં તોડી પાડવાની મજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ ઉલ્લેખનીય બાબત એ છે કે શાળા તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે પણ નવા મકાનની કોઈ પણ મજૂરી ન મળતા શાળાનું કામ હજુ પણ શરૂ કરાયું નથી. વારંવાર શાળા માટે સ્થાનિકો તથા ગ્રામ પંચાયતના સભ્યો સરપંચ સહિતના લોકો દ્વારા રજુઆત કરવામાં આવી છે તેમ છતાં સંબંધિત વિભાગ દ્વારા શાળા બનાવવા માટે કોઈ પણ મંજૂરી ન મળતા બાળકોએ વરસાદ હોય ઠંડી હોય કે ગરમી હોય તેવા આચાર્યની ઓફિસમાં અથવા ટેરેસ પર બેસી ભણવાનો વારો આવ્યો છે.

આઝાદીના આટલા વર્ષો  બાદ પણ રાજ્યના છેવાડે આવેલા કપરાડા તાલુકાના અંતરિયાળ આદિવાસી અનેક ગામોમાં આવી હાલત છે. શાળાના ઓરડાઓ જર્જરીત થઈ ગયા છે. આથી ક્યાંક બાળકો જોખમી રીતે અભ્યાસ કરવા મજબૂત થઈ રહ્યા છે. તો ક્યાંક ઓરડાના અભાવે ખુલ્લામાં બાળકોને અભ્યાસ કરવો પડે છે. પરંતુ આ બાળકો  ગામના મંદિરમાં અભ્યાસ કરવા મજબૂત થઈ રહ્યા છે. ધોરણ એકથી પાંચના બાળકોને ગામના મંદિરના ગર્ભગૃહમાં જ એક સાથે બેસાડવામાં આવે છે. અને એક સાથે ત્રણ શિક્ષકો અહીંયા અભ્યાસ કરાવે છે. આથી એક સાથે ત્રણ શિક્ષકો પાંચ પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાથી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Embed widget