શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં પ્રવેશતા જ 'મહા' વાવાઝોડુ નબળુ પડશે, 6 અને 7 નવેમ્બરની રાત્રે દીવ-પોરબંદર વચ્ચે ટકરાશે
'મહા' વાવાઝોડું વેરાવળથી 680 કિલોમીટર દૂર છે. 6 અને સાત તારીખની મધ્યરાત્રીએ મહા વાવાઝોડું દીવ અને પોરબંદર વચ્ચે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રવેશતા મહા વાવાઝોડુ નબળુ પડશે. 'મહા' વાવાઝોડું વેરાવળથી 680 કિલોમીટર દૂર છે. 6 અને સાત તારીખની મધ્યરાત્રીએ મહા વાવાઝોડું દીવ અને પોરબંદર વચ્ચે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પ્રભાવિત વિસ્તારોમાં 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
મહા વાવાઝોડાની અસરના પગલે ભાવનગરમાં સૌથી વધારે અને જૂનાગઢ, ગીર સોમનાથમાં સામાન્ય અસર વર્તાશે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ભારે વરસાદ પડશે.
મહા વાવાઝોડાની સંભવિત વિનાશકતાને પહોંચી વળવા માટે NDRFની ટીમો સજ્જ છે. ઍયરલિફ્ટ કરીને પંજાબના ભટીંડા અને દિલ્લીમાંથી NDRFની 10 ટીમને બોલાવવામાં આવી છે. વડોદરા અને રાજકોટમાં ટીમને તૈનાત કરાશે.
મહા વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને સચેત કરવા 7 જહાજ અને 2 વિમાન સજ્જ છે. મહા વાવાઝોડાના કારણે કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે ઈંડિયન કોસ્ટ ગાર્ડને એલર્ટ પર મુકાયા છે.
અમરેલીથી પોરબંદર સુધીના દરિયા કિનારના વિસ્તારોમાં કાચા મકાનમાં રહેતા લોકોનું કરાશે સ્થાનતાર, અગરિયા અને બંદરો પર કામ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આવતીકાલથી સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement