શોધખોળ કરો

Weather Forecast: ગુજરાતમાં આ તારીખથી વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Gujarat Weather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં તાળાઇ રહેલા વાવાઝોડાની પણ ચેતવણી જાહેર કરી છે. જાણીએ ડિટેલ

Gujarat Weather Forecast: રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. આ દરમિયાન ગુજરાતમાં મીની વાવાઝોડા જેવી અસર જોવા મળી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વાવાઝોડાની ચેતવણી આપી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં 17 મે બાદ વાવાઝડોના ખતરાને લઇને લોકોને માહિતગાર કર્યો છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ  "17 મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ વધી શકે છે. 20 એપ્રિલથી 8 જૂન સુધી બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે.જેના કારણે આ સિસ્ટમ 20 એપ્રિલથી 8મી જૂન સુધી ખતરનાક વાવાઝોડા બની શકે છે.   વાવાઝોડાની  ગુજરાતમાં ખતરનાક અસર થઈ શકે છે.  અરબ સાગરમાં પણ  17 મે બાદ હલચલ વધશે, જેની અસરથી રાજ્યમાં 25 મેથી 4 જુન વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.  8 જૂનથી અરબસાગરના પવનમાં ફેરફાર થતા 20 જૂન વચ્ચે વાવાઝોડું બનશે.  5 જુલાઈથી 20 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે"

IMD મુજબ, હાલમાં દેશમાં  પાંચ હવામાન સિસ્ટમ એક્ટિવ છે.   પરિણામે, રાજ્યમાં વરસાદ, તોફાન અને કરા પડયાં છે.  હવામાન વિભાગની વધુ એક આગાહીએ ચિંતા વધારી છે.  22 માર્ચ પછી એક નવી સિસ્ટમ સક્રિય થશે. હવામાન વિભાગ અનુસાર,  અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે  હવામાનમાં ફરી એકવાર પલટો આવશે,. આ સિસ્ટમની અસર, ખાસ કરીને ગુજરાત ઉત્તર મધ્યપ્રદેશ રાજસ્થાન પર અનુભવાઈ શકે છે.  આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં હવામાન આંશિક રીતે અસ્થિર રહેશે. દિવસના તાપમાનમાં વધારો થશે, અને સાંજે વાદળો ઘેરાશે અને ઘૂળ ભરી આંઘી સાથે  ગાજવીજ સાથે છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 

હવામન  વિભાગની આગાહી મુજબ 22 માર્ચે એક સિસ્ટમ આકાર લેશે જે એક્ટિવ થતાં 25 માર્ચ બાદ ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનો પારો ગગડશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં હજુ પણ આગામી કલાકોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં બરબાદીનો વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલી જિલ્લાના બગસરામાં સૌથી વધુ 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે. ચોટીલામાં 1.54 ઈંચ, રાજકોટ અને ભેસાણમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપલેટા, ધોરાજી અને ઓખા જેવા વિસ્તારોમાં આશરે 20 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાવરકુંડલા, ચુડા, મુંદ્રા, લોધિકા, લાલપુર અને વિસાવદર જેવા વિસ્તારોમાં પણ મધ્યમ પ્રમાણમાં વરસાદ નોંધાયો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
Embed widget