શોધખોળ કરો

PM Modi Degree: ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંહને ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

Gujarat University:ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંહની અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી છે.

Gujarat University: દારૂ નીતિ કેસમાં જામીન પર બહાર આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહને સોમવારે (8 એપ્રિલ) સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંહની અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસને રદ કરવાની માંગ કરી હતી. સંજયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટી પર ટિપ્પણી કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે સંજય અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નીચલી અદાલત દ્વારા જાહેર કરાયેલા સમન્સને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. સંજય સિંહ અને કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે યુનિવર્સિટીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ પછી નીચલી કોર્ટ દ્વારા AAP સાંસદને હાજર રહેવા માટે વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા છે.

સંજય સિંહના નિવેદનમાં બદનક્ષી જેવું કંઈ નથીઃ વકીલ

સંજય સિંહ તરફથી કોર્ટમાં હાજર થયેલી રેબેકા જોને કહ્યું હતું કે સંજય સિંહે યુનિવર્સિટી વિશે જે પણ કહ્યું તેમાં માનહાનિ જેવું કંઈ નથી. તેમણે દલીલ કરી હતી કે, "વિડિયો પરથી સ્પષ્ટ થાય છે કે નિવેદન યુનિવર્સિટીની બદનક્ષી કરતું નથી. એવું કહેવામાં આવ્યું નથી કે ગુજરાત યુનિવર્સિટીએ નકલી ડિગ્રી બનાવી છે." તેના પર કોર્ટે કહ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટમાં કેસની સુનાવણી થશે ત્યારે આ દલીલો આપી શકાય છે. એમ કહીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

વાસ્તવમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા માનહાનિના કેસમાં સંજય સિંહને સમન્સ મોકલવામાં આવ્યા છે. સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને સમન્સ રદ કરવાની વિનંતી કરી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ કેસની સુનાવણી કરતા AAP સાંસદની અરજી ફગાવી દીધી હતી. ગુજરાત યુનિવર્સિટી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળીDelhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

Embed widget