શોધખોળ કરો
Advertisement
સુરતઃ તડીપાર વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા, સલમાન ખાન સાથે પડાવ્યો હતો ફોટો
છાતીના ભાગે ગોળી વાગતાં ગંભીર ઇજા પામેલ વસીમ બિલ્લાનું સારવાર દરમિયાન મોત થયું.
નવસારીઃ સુરતમાં અનેક ગુનાઓમાં તડીપાર કરાયેલા ખંડણીખોર વસીમ બિલ્લા પર નવસારીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે નવસારીમાં ઘણા સમયથી સુરતના તડીપાર વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા ઉપર બુધવારે રાત્રે છાપરા રોડ ખાતે મણિનગર પાસે કારમાં પસાર થતો હતો ત્યારે અજાણ્યા ચારેક શખ્સોએ તેની કારને અટકાવીને 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી છાતીના ભાગે વાગતાં ગંભીર ઇજા પામેલા વસીમ બિલ્લાનું સારવાર દરમિયાન મોત થયું. સુરત ઝાંપા બજાર ખાતે રહેતા વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા સુરત ખાતે કુખ્યાત નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં સામેલ થઈ ભાઈગીરી અને ખંડણી ઉઘરાવતો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
બુધવારે રાત્રે વસીમ કાર લઈને નવસારીના છાપરા રોડ ખાતે ગયો હતો. વસીમ સાથે કોઈ સુરતના શખ્સ સાથે રૂ.5 કરોડની લેતીદેતીના મામલે ચારેક લોકો નવસારી આવ્યા હતા અને રસ્તામાં જ મિટિંગ થયા બાદ તેમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી અને વસીમ તેના ઘર પાસે આવવા નીકળતા તે મણિનગર છાપરા રોડ પાસે પહોંચતા ગેટ પાસે આ ચારેક કેટલા યુવાનો આવી તેમની કાર અટકાવી ને ચારેક રાઉન્ડ ગોળી છાતીમાં ધરબી દીધી ને ફરાર થઈ ગયા હતાં. વસીમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા ટૂંક સમયમાં જ તેનું મોત થયું હતું. રાત્રિના અંદાજે 10.45 વાગ્યાની ઘટના બાદ ગ્રામ્ય પોલીસે આવીને કાર્યવાહી શરૂ કરી હતી.
સુરતમાં અનેક ગુનાને આપ્યો હતો અંજામ
તાજેતરમાં દાઉદી વ્હોરા સમાજના અગ્રણી અને બિલ્ડરને ધમકી પણ આપી હતી. ઉપરાંત સરદાર માર્કેટ ખાતે લીંબુના વેપારી પાર પણ હુમલો કર્યો હતો. તેની સામે સુરતના વરાછામાં જમીન પર કબજો કરવાના ગુનો ઉપરાંત ખંડણી અને ધમકી આપવા અંગે વ્હોરા સમાજના અગ્રણી બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. અસંખ્ય ગુના કરતા સુરતથી તડીપાર કરાયો હતો.
સલમાન સહિત અનેક બોલિવૂડ સ્ટાર સાથે ફોટા
વસીમનું બોડી બિલ્ડીંગમાં સારું નામ હોય તેણે બૉલિવુડ કલાકારો સાથે કામ કર્યું હતું. સુરતમાં ગુનેગારોની સાથે રહી ટપોરી બન્યો હતો. તેના સલમાન ખાન, ટાઇગર શ્રોફ સહિત બૉલિવુડ કલાકારો સાથે ફોટો પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement