શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગરઃ રતનપરમાં માતા-પુત્રીની હત્યાથી ચકચાર, અલગ અલગ જગ્યાએથી મળી લાશો
સુરેન્દ્રનગરના રતનપરમાં વ્યાજે આપેલા રૂપિયા મુદ્દે યુવતીએ બબાલ કરતા આરોપીએ છરીના ઘા મારીને કરી નાંખી હત્યા. આ પછી યુવતીની માતાની પણ કરી હત્યા.
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં માતા-પુત્રીની હત્યાને કારણે ભારે ચકચાર મચી ગઈ છે. આરોપીએ રતનપર રામેશ્વર ટાઉનશીપ ખાતે દીકરી અને વઢવાણ રોડ પર આવેલા શનિ મંદિર ખાતે માતાની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આજે રતનપરના રામેશ્વર ટાઉનશીપમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
રતનપર પછી વઢવાણ રોડ પર આવેલા શનિદેવના મંદિરેથી યુવતીની માતાની પણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ડબલ મર્ડરની ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, રતનપરના રામેશ્વર ટાઉનશિપમાં શેરી નંબર સાતમાં રહેતા પરશોત્તમભાઈ ડોડિયાએ ભાવિકાબેન અને તેની માતા સુર્યાબેન પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જોકે, રૂપિયા ચૂકવી નહીં શકતા તેમણે મકાન અને જમીન લખી આપ્યા હતા. ત્યારે આજે ફરીથી ભાવિકાબેન પરશોત્તમભાઈના ઘરે આવતાં બંને વચ્ચે રકઝક થઈ હતી. ત્યારે ઉશ્કેરાયેલા પરશોત્તમભાઈએ ભાવિકાબેનને છરીના ઘા મારી દીધા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ પછી પરશોત્તમભાઈ પોતાની કાર લઈને વઢવાણ રોડ પર આવેલા શનિ મંદિર ગયા હતા અને અહીં ભાવિકાબેનની માતા સુર્યાબેનની પણ છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. હાલ, પોલીસે આરોપી પરશોત્તમભાઈ ડોડીયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement