Surendranagar: લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત, 6 લોકો ઇજાગ્રસ્ત
પ્રાથમિક તપાસમાં નારી સંરક્ષણ ગૃહ રાજકોટથી અમદાવાદ હાઈ કોર્ટ ખાતે પોલીસવાન જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
Accident: સુરેન્દ્રનગરમાં લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસ વાનને અકસ્માત નડ્યો છે. જેમાં 6 વ્યક્તિ ઇજાગ્રસ થયા છે.બલદાણા ગામના પાટિયા પાસે પોલીસવાન અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 મહિલા અને 4 પુરુષો મળી કુલ છ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં નારી સંરક્ષણ ગૃહ રાજકોટથી અમદાવાદ હાઈ કોર્ટ ખાતે પોલીસવાન જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ધડાકા સાથે આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા.કચ્છના અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 11 કિલોમીટર દૂર નોંધાયું. આજે સવારના 6.38 મિનિટે આંચકો અનુભવાયો હતો. એક કલાકના સમયમાં કચ્છમાં બે આંચકા અનુભવાયા. સવારે 5.18 મિનિટે ખાવડા નજીક 3.2 નો આંચકો નોંધાયો હતો.
અમદાવાદમાં સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)