શોધખોળ કરો

Gir Somnath: સુત્રાપાડામાં આભ ફાટ્યું,  14 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી 

સુત્રાપાડમાં છેલ્લા 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

ગીર સોમનાથ: હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુત્રાપાડમાં છેલ્લા 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  

Gir Somnath: સુત્રાપાડામાં આભ ફાટ્યું,  14 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી 

આજે વહેલી સવારથી જ સુત્રાપાડામાં અનરાધાર વરસાદના પગલે કુલ 14 ઇંચ  વરસાદ નોંધાયો છે.  ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. 

Gir Somnath: સુત્રાપાડામાં આભ ફાટ્યું,  14 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી   

રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું, 9 ઈંચ વરસાદ ખાબકતા શહેર બેટમાં ફેરવાયું

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ઘોરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.  બહારપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

ધોરાજીનો બહારપુરા વિસ્તાર બેટમાં ફરેવાયો છે. અહીં મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર 9 ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ તૂટી પડતા દિવસભર કુલ 9 ઈંચ વરસાદ વરસ્યો છે. 

અંબાલાલ પટેલે કરી નવી આગાહી

આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.  હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે.  દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.

સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે

19, 20 અને 21 જુલાઈએ કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.  19થી 21 જુલાઈના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે.  સાબરમતી, નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે.   સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 જબરદસ્ત સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget