શોધખોળ કરો
સુરતઃ પીપોદરા નજીક ટેન્કર પાછળ ભેંસો ભરેલો ટ્રક ઘૂસી ગયો, 3 લોકોના મોત
કિમ-પીપોદરા નજીક મોડી રાત્રે ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

સુરતઃ કિમ-પીપોદરા નજીક મોડી રાત્રે ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા પાંચ લોકોમાંથી બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. જ્યારે એકનું સારવર દરમિયાન મોત થયું હતું. ઉપરાંત ટ્રકમાં રહેલા પાંચ જેટલા પશુઓનાં પણ મોત નીપજ્યા હતા. અકસ્માતનાં પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ મામલે મળતી માહિતી પ્રમાણે માંગરોળનાં પીપોદરા નજીક અમદાવાદથી મુંબઇ જતા નેશનલ હાઇવે 48 પર આવેલા ભાગ્યોદય હોટલ નજીક ઉભેલા ટેન્કર પાછળથી ટ્રક ઘુસી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિ સહિત પાંચ પશુઓનાં મોત નીપજ્યાં હતાં. ચાર ઇજાગ્રસ્તોને તરત જ 108ની મદદથી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. અકસ્માતના કારણે આખા રસ્તા પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતાં. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવરાજ સિંહની આ ઈનિંગ આજે પણ નથી ભૂલ્યા ક્રિકેટ પ્રેમીઓ, BCCIએ આ રીતે કર્યું બર્થ ડે વિશ પાકિસ્તાનમાં આ વર્ષે ગૂગલ પર છવાયા વિંગ કમાન્ડર અભિનંદન, ટોપ-10માં બોલીવુડની એક અભિનેત્રી પણ સામેલ કચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો, પાકમાં ઈયળના ઉપદ્રવની આશંકા INDvWI ત્રીજી T20: બાઉન્ડ્રી રોકવાના પ્રયાસમાં ઘાયલ થયો વિન્ડિઝનો સ્ટાર ખેલાડી, સ્ટ્રેચરમાં સુવડાવીને લઈ જવો હોસ્પિટલમાં
વધુ વાંચો



















