શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
યુવરાજ સિંહની આ ઈનિંગ આજે પણ નથી ભૂલ્યા ક્રિકેટ પ્રેમીઓ, BCCIએ આ રીતે કર્યું બર્થ ડે વિશ
ભારતને 2007નો T20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનો ફાળો આપનારો પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ આજે 38 વર્ષનો થઈ ગયો છે. તેણે 10 જૂન, 2019ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.
નવી દિલ્હીઃ ભારતને 2007નો T20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનો ફાળો આપનારો પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ આજે 38 વર્ષનો થઈ ગયો છે. તેણે 10 જૂન, 2019ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. 19 વર્ષના ક્રિકેટ કરિયર દરમિયાન એક દાયકા કરતા વધુ સમય સુધી તે ટીમ ઈન્ડિયાનો સંકટ મોચક રહ્યો હતો.
6 બોલમાં છ સિક્સર આજે પણ લોકો નથી ભૂલ્યા
યુવરાજ સિંહે તેની કરિયર દરમિયાન માત્ર બેટિંગથી જનહીં બોલિંગ અને ફિલ્ડિંગથી પણ ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેણે પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શન દ્વારા કરોડો પ્રશંસકો બનાવ્યા હતા. 19 સપ્ટેમ્બર, 2007ના રોજ યુવરાજ સિંહે ઈતિહાસ રચ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં રમાયેલા પ્રથમ ટી-20 વર્લ્ડકપમાં યુવરાજે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં તમામ 6 બોલ પર છગ્ગા ફટકાર્યા હતા. જેને આજ દિન સુધી કોઈ પણ ક્રિકેટ ફેન ભૂલી શક્યા નથી.
12 બોલમાં ફિફ્ટી, આજે પણ છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રેકોર્ડA true champion and an inspiration to many, here's wishing @YUVSTRONG12 a very happy birthday🙌🎂🍰#HappyBirthdayYuvi pic.twitter.com/bWtgnxbRyV
— BCCI (@BCCI) December 12, 2019
યુવરાજે આ દરમિયાન માત્ર 12 બોલમાં અડધી સુધી પૂરી કરી હતી. જે આજે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં રેકોર્ડ છે. યુવીએ 16 બોલમાં 58 રન બનાવ્યા હતા. આ દરમિયાન 7 છગ્ગા અને 3 ચોગ્ગા માર્યા હતા. યુવીની ઈનિંગના સહારે ભારતે આ મેચમાં 218/4 રનનો સ્કોર બનાવ્યો અને ઈંગ્લેન્ડને હાર આપી હતી. બાદમાં ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો.
આંતરરાષ્ટ્રીય કરિયરમાં 402 મેચ યુવરાજ સિંહે 40 ટેસ્ટની 62 ઈનિંગમાં 6 વખત નોટ આઉટ રહીને 1900 રન બનાવ્યા હતા. જેમાં 3 સદી અને 11 અડધી પણ સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વાધિક સ્કોર 169 રન છે. જ્યારે 304 વન ડેમાં 40 અણનમ રહીને 8701 રન ફટકાર્યા હતા. જેમાં 14 સદી અને 52 અડધી સદી પણ સામેલ છે. વન ડેમા તેનો સર્વોચ્ચ સ્કોર 150 રન છે. 58 T20માં 136.4ના સ્ટ્રાઇક રેટથી તેણે 1177 રન બનાવ્યા છે. જેમાં 8 અડધી પણ સામેલ છે. ટી20માં યુવરાજનો સર્વોચ્ચ સ્કોર અણનમ 77 રન છે. પાકિસ્તાનમાં આ વર્ષે ગૂગલ પર છવાયા વિંગ કમાન્ડર અભિનંદન, ટોપ-10માં બોલીવુડની એક અભિનેત્રી પણ સામેલ કચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો, પાકમાં ઈયળના ઉપદ્રવની આશંકા ભારત સામે હાર સાથે જ વિન્ડિઝે T20માં બનાવ્યો શરમજનક રેકોર્ડ, જાણો વિગત6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ Happy birthday @YUVSTRONG12! 🎂 pic.twitter.com/0ZFS3EBHnw
— ICC (@ICC) December 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion