શોધખોળ કરો

Gujarat Heat: રાજ્યના તાપમાનમાં થશે વધારો, હવામાન વિભાગે કાળઝાળ ગરમીની કરી આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર,  રાજ્યમાં ગરમીનું જોર વધશે. 3 દિવસ બાદ ગરમી વધશે.  રાજ્યમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદમાં આગામી સાત દિવસ માટે યલ્લો એલર્ટ.
  • ગરમીથી બચવા ORS, છાશ, લીંબુ પાણી પીવા.
  • બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓની વિશેષ કાળજી લો.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,  રાજ્યમાં ગરમીનું જોર વધશે. 3 દિવસ બાદ ગરમી વધશે.  રાજ્યમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે. રાજ્યમાં ચૂંટણી સમયે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી  છે.  અમદાવાદમાં  43 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. અમદાવાદમાં  તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું છે. રાજકોટમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. માવઠાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 

અમદાવાદમાં યલ્લો એલર્ટ

હવામાન વિભાગે અમદાવાદમાં આગામી સાત દિવસ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. આગામી સાત દિવસ સુધી અમદાવાદ શહેરમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ  રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ મનપા દ્વારા લોકોને કામ વગર બહાર ન નિકળવા અને સાવચેતી રાખવા જણાવાયું છે. મનપાએ કહ્યું,  ગરમીથી બચવા માટે સાવચેતી રાખો. બહાર નીકળતા પહેલા ટોપી કે છત્રીનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. તડકામાં માથું ખુલ્લું રાખવાથી હીટસ્ટ્રોકનો ખતરો વધી શકે છે.

View this post on Instagram
 
A post shared by Amdavad Municipal Corporation (@amdavadamc)

ગુજરાતના અનેક જિલ્લાઓમાં 40 ડિગ્રીથી વધારે મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જશે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે.  

કાળઝાળ ગરમીથી બચવા કરો આ ઉપાય

રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે. અનેક જગ્યાએ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની આ સિઝનમાં કાળઝાળ ગરમી પડશે. આવી સ્થિતિમાં, તમે આ ગરમીથી બચવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકો છો. શરીરમાં પ્રવાહીની માત્રા જળવાઈ રહે તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો.  

હળવા પ્રકારના સુતરાઉ કપડા પહેરવા જોઈએ. તડકામાં જો ઘરની બહાર નિકળો તો  માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો. 

સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે લૂ લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક, સગર્ભા, વૃદ્ધ, બીમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની કાળજી લેવી જોઈએ. કાચી કેરી, ડુંગળી અને ધાણાજીરૂં નાંખેલું કચૂંબર લૂ લાગવાની શક્યતાને ઘટાડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bharuch Rain: ભરૂચ જિલ્લામાં વરસાદી આફત, 200 એકરથી વધુ જમીનમાં પાક પાણીમાં ડુબ્યો, ખેડૂતો બેહાલ
Bharuch Rain: ભરૂચ જિલ્લામાં વરસાદી આફત, 200 એકરથી વધુ જમીનમાં પાક પાણીમાં ડુબ્યો, ખેડૂતો બેહાલ
મા-આયુષ્માન કાર્ડ ઉપરાંતનો ખર્ચ ઉઠાવશે સરકાર, આદિવાસી પરિવાર માટે નવી યોજના જાહેર
મા-આયુષ્માન કાર્ડ ઉપરાંતનો ખર્ચ ઉઠાવશે સરકાર, આદિવાસી પરિવાર માટે નવી યોજના જાહેર
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Embed widget