Patan: પાટણમાં ઠાકોર પરિવારને સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી, ધારાસભ્ય અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે
પાટણ: રાધનપુરમાં મોટી દુર્ઘટના ટળી છે. રાધનપુરમાં એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી મચી ગઈ છે. સમી તાલુકાના જાખેલ ગામના ઠાકોર પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે.
પાટણ: રાધનપુરમાં મોટી દુર્ઘટના ટળી છે. રાધનપુરમાં એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી મચી ગઈ છે. સમી તાલુકાના જાખેલ ગામના ઠાકોર પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. રાધનપુર ખાતે રેલવે ટ્રેક પર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પતિ- પત્ની તેમજ 4 બાળકો સાથે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. આર્થિક સંકડામણને લીધે પરિવારે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. રાધનપુર રેલવે કર્મીઓની સમયચુકતાને કારણે પરિવારને બચાવી લેવાયો છે. 108 દ્વારા પરિવારના સભ્યોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખેસેડાયા છે. ઘટનાની જાણ થતાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પરિવારની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા.
હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. ભર ઉનાળે વરસાદી માહોસ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણે કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થશે. આ ઉપરાંત એકતરફ ગરમી અને બીજી તરફ વરસાદના કારણે બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે.
જૂનાગઢ વિસ્તારમાં વરસાદી માહોલ
બનાસકાંઠામાં વરસાદનું આગમન
તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ, વાઘપુરા, મોરવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આ અગાઉ પણ વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ગાજવીજ સાથે વરસાદની શરૂઆતથી ધરતી પુત્ર ચિંતિત બન્યા છે.
કચ્છ વિસ્તારમાં પણ વરસાદી માહોલ
મુન્દ્રા તાલુકાના વવારમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ગરમીની વચ્ચે કરાનો વરસાદ વરસતા લોકોની આકરા તાપથી રાહત મળી. બપોર બાદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
અમરેલી વિસ્તારમાં વરસાદ
વડીયા શહેર તેમજ ગ્રામ્યમાં બીજા દિવસે વાતાવરણ પલટો જોવા મળ્યો છે. વડીયા, મોરવાડા, બાવળ બરવાળા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ વાતાવરણ પલટો આવ્યો હતો. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.