Banaskantha: બનાસકાંઠાના યુવકનો મૃતદેહ રાજસ્થાનમાંથી મળી આવ્યો, પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ
બનાસકાંઠા: ગોલા ગામના યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આલમ ભાઈ મુસલાનો મૃતદેહ દુગાવા ગામ તરફના કાચા માર્ગ પર મળી આવ્યો હતો. જે બાદ તેમના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી.
બનાસકાંઠા: ગોલા ગામના યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આલમ ભાઈ મુસલાનો મૃતદેહ દુગાવા ગામ તરફના કાચા માર્ગ પર મળી આવ્યો હતો. જે બાદ તેમના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી. મૃતકના કમર ઉપરના ભાગ ક્ષતિગ્રસ્ત જણાતા પરિવારે હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતદેહની આસપાસ શાલ, મોબાઈલ, ગાડીના ટાયરના નિશાન અને અન્ય ગામ તરફ જતા માર્ગ પર લોહીના નિશાન મળી આવ્યા છે. સમગ્ર વિસ્તાર રાજસ્થાનની હદમાં હોવાથી રાજસ્થાન પોલીસે તપાસ શરૂ કરી છે.
જૂનાગઢમાં 16 વર્ષની સગીરા પર યુવકે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
જૂનાગઢના કેશોદમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. દુષ્કર્મ કરનારનું નામ કરશન ઉર્ફે બાબુ માલમ છે આરોપી મોટી ઘંસારીનો રહેવાસી છે. સગીરાને બનાવી કુંવારી માતા બનાવી દેતા ચકચાર મચી છે. સગીરાએ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાલાવડ-જામનગર હાઇવે પર કાર પલટી મારી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
કાલાવડ - જામનગર હાઇવે પર કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો છે. કાલાવડ તરફથી પૂરપાટ ઝડપે જતી કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગીર સોમનાથમાં પૂર્વ કોન્સ્ટેબલની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ
સીમાસી ગામે પૂર્વ કોન્સ્ટેબલની બાઇકને ટ્રક ચાલક કચડી હત્યા કરાયાની ફરિયાદ ગીર ગઢડા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગત 18 ડિસેમ્બરે ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે બ્રિડજ પર ટ્રક અને બાઇકનો અકસ્માત થયો હતો જેમાં એક પૂર્વ પોલીસકર્મીનું મોત થયું હતું. જો કે આ અકસ્માત ન હોવાનું અને સાજીસ રચી હત્યા કરાય હોવાની ફરિયાદ ગીર ગઢડા પોલીસમાં મૃતકના પરિવારજનોએ નોંધાવતા ખળભળાટ મચ્યો છે.
આ ફરિયાદ બાદ ગીર ગઢડાના સીમાસી ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સોમાસી ગામે જે અકસ્માતની આડમા હત્યા કરાય હોવાની ફરિયાદ નોંધાય છે તેમાં જાણવા મળ્યું છે કે ટ્રક ચાલકે જાણી જોઈને બાઇકને કચડી અને રફીક હુસેન વાંકોટની હત્યા કરી. રફીક હુસેઇન વાંકોટ 2011મા પોલીસ કોન્સ્ટેબલ તરીકે સેવામાં લાગ્યા હતા. બાદમાં તેમને બે જ મહિનામાં રિઝાઇન આપ્યું અને ત્યાર બાદ તે આઇપીએસની તૈયારી કરતા હોવાનું મનાય રહ્યું છે.