શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં સ્કૂલોમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ જામનગરમાં આવ્યો, જાણો શિક્ષણંમંત્રીએ શું કરી સ્પષ્ટતા
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યાનો આંકડો સિંગર ડિજીટમાં આવ્યો છે.
![ગુજરાતમાં સ્કૂલોમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ જામનગરમાં આવ્યો, જાણો શિક્ષણંમંત્રીએ શું કરી સ્પષ્ટતા The first case of corona positive in schools in Gujarat came in Jamnagar, find out what the Education Minister clarified ગુજરાતમાં સ્કૂલોમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ જામનગરમાં આવ્યો, જાણો શિક્ષણંમંત્રીએ શું કરી સ્પષ્ટતા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24192605/corona-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
ગુજરાતમાં હુજ ત્રણ દિવસ પહેલા જ સ્કૂલ શરૂ થઈ છે ત્યારે ગઈકાલે જ જામનગર જિલ્લાના જોડિયામાં આવેલ હુન્નર શાળાની ધોરણ 12માં અભ્યાસ કરી એક વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ મામલે નવસારીના વાંસદા ખાતે શિક્ષણમંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે કે કોરોના પોઝિટિવ આવેલી દીકરી શાળામાં ગઇ જ ન હતી. 4 દીકરીઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં એક દીકરી કોરોના પોઝિટિવ આવી હતી. એ દીકરી શાળાએ ગઇ જ ન હતી અને એ શાળા બંધ નથી. આજથી પૂર્વવત ચાલુ થઇ જવાની છે.
જોકે જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યાનો આંકડો સિંગર ડિજીટમાં આવ્યો છે. ગઈકાલે જામનગરમાં 8 પોઝિટીવ કેસ આવ્યા હતા જ્યારે ગ્રામ્યમાં માત્ર 1 પોઝિટીવ કેસ આવ્યો હતો. જામનગર શહેરમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો સંખ્યા 7,687એ પહોંચી છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ સંખ્યા 2,295એ પહોંચી છે. આ બન્ને મળીને જિલ્લામાં કુલ 9,986 લોકો કોરોનાના કેસ નોંધાયા છે.
શાળાઓને લઇને આ છે નિયમો
- ધો.10-12માં શિક્ષણકાર્ય ચાલુ કરવાનો નિર્ણય
- PG અને UGના છેલ્લા વર્ષમાં શિક્ષણકાર્ય ચાલુ કરાશે
- શાળાએમાં કેન્દ્ર સરકારની SOP લાગુ કરાશે
- રાજ્યની તમામ શાળાઓમાં SOP મોકલી અપાઈ
- શાળાઓએ PHC સેન્ટર સાથે સંપર્ક કરવાનો રહેશે
- શાળાઓએ વાલીઓની સંમતિ લેવાની રહેશે
- શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં
- ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે
- થર્મલ ગન, સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે
- શાળામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે
- વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)