શોધખોળ કરો

Gujarat election 2022: જાણો ગુજરાત સરકારના ક્યા નિર્ણયને ગોંડલના રાજવી પરિવારે બિરદાવ્યો

Gujarat assembly election 2022: ગોંડલના રાજવી પરિવારે સરકારનાં રૂપિયા 10 હાજર કરોડના સ્વાસ્થય કોષનાં નિર્માણ સંકલ્પને ગોંડલ મહારાજાનું નામ આપવાની ઘોષણાને બિરદાવ્યો છે.

Gujarat assembly election 2022: ગોંડલના રાજવી પરિવારે સરકારનાં રૂપિયા 10 હાજર કરોડના સ્વાસ્થય કોષનાં નિર્માણ સંકલ્પને ગોંડલ મહારાજાનું નામ આપવાની ઘોષણાને બિરદાવ્યો છે. ગત રોજ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ઘોષણા કરી હતી કે વર્તમાન સરકારના સંકલ્પ પત્રમાં અગ્રેસર આરોગ્ય હેઠળ ૧૦ હજાર કરોડનું ભંડોળ ગોંડલના લોકપ્રિય, શિક્ષા પ્રેમી, પ્રગતિ પ્રેમી અને દીર્ઘદ્રષ્ટિ મહારાજાના નામ પરથી સ્વાસ્થ્ય કોષનું નિર્માણ થશે તેવી જાહેરાત કરતા ગોંડલ હવા મહેલ રાજવી પરિવારે નિર્ણયને સહર્ષ આવકાર્યો હતો.

ગોંડલ રાજવી પરિવારના રાજકુમાર સાહેબ ઓફ ગોંડલ જ્યોતિર્મયસિંહજીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સરકારનાં આ સંકલ્પથી કરોડો લોકોને લાભ પ્રાપ્ત થશે, સરકારનો આ જે સંકલ્પ છે એ ભગવત ભૂમિ ગોંડલના નગરજનો માટે આનંદની વાત છે અને સાથે સાથે પૂર્વ ગોંડલ  સંસ્થાનનાં 174 ગામડાઓ અને શહેરોમાં નિવાસ કરતા લોકો માટે પણ એક ગૌરવની વાત છે. આ તકે ગોંડલ રાજવી પરિવાર તરફથી તેમજ સમસ્ત ગોંડલ નગરજનો વતી સરકારના આ સંકલ્પ બિરદાવવામાં આવે છે. જેને હૃદય પૂર્વક,  કૃતજ્ઞતા સાથે આભાર વ્યક્ત કરવામાં છે.

ગોંડલ મહારાજા સર  ભગવતસિંહજી બાપુએ "બધા વિશે" ની ભાવના હૃદયમાં રાખી ગોંડલ રાજ્યને ઉત્કૃષ્ટ, વૈવિધ્ય અર્પણ કરી અને દરેક ક્ષેત્રમાં અગ્રેસર અને પ્રગતિશીલ કર્યું હતું, ખાસ કરીને શિક્ષા, આરોગ્ય, વાણિજ્ય અને વહીવટી માં ગોંડલનું યોગદાન રહ્યું હતું , મહારાજા ભગવતસિંહજી બાપુ ના સિદ્ધાંતો સર્વેને ઉજાગર કરતા રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું.

છોટાઉદેપુર ભાજપમાં ભંગાણ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની સિઝન યથાવત છે. છોટાઉદેપુરના દેવગઢ બારીયા ભાજપમાં ભંગાણ સામે આવ્યું છે. પાલિકા સભ્ય, પાલિકા પૂર્વ પ્રમુખ સહિત 10 જેટલા આગેવાનો આમ આદમીમાં જોડાયા છે. છોટાઉદેપુર ખાતે આપ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ઝાલા, ભાજપના પાલિકા સભ્ય અક્ષયભાઈ જૈન, પૂર્વ પાલિકા સભ્ય જીતેન્દ્રકુમાર મોહનીયા આપમાં જોડાયા છે.

વિધાનસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં બીજેપીને લાગ્યો ઝટકો

વિધાનસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની જાહેરસભામાં ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના ધારાસભ્ય પરસોતમ સાબરીયાના કૌટુંબિક ભાઈ ભુપત સાબરિયા સહિત અંદાજે 20થી વધુ આગેવાનો અને સમર્થકો કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ કોંગ્રેસમાં જોડાયેલ તમામ આગેવાનોનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget