શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસની નેતાગીરીમાં બદલાવને લઈ આવ્યા મહત્વના સમાચાર, જાણો
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગર: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, નેતા વિપક્ષ પરેશ ધનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. પ્રદેશમાં હાલ નેતૃત્વ પરિવર્તન નહી થાય.
વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સમીક્ષા કરવામાં આવી હતી. હાલની નેતાગીરીને જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરવા આદેશ આપવામાં આવ્યા છે. હાલ પૂરતી ગુજરાત કૉંગ્રેસમાં નેતાગીરી બદલવાની શકયતા નહિવત છે.
ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર હારનો સામનો કર્યા બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી રાજીનામાં આપી દિધા હતા. છેલ્લા ઘણા સમયથી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસમાં નેતાગીરી બદલાશે. પરંતુ હાલ પ્રદેશ નેતૃત્વ બદલાય તેવી શક્યતાઓ નહિવત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement