શોધખોળ કરો

Rain Forecast: મધ્યપ્રદેશ યુપી સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Weather Update: IMDએ 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ભારતના કેરળ અને આંધ્રપ્રદેશમાં વરસાદ પડશે, જ્યારે પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Rain Forecast:દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.  મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢમાં  ભારે વરસાદ વરસી શકે છે. તો આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે.

હૈદરાબાદમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે.  મુશળધાર વરસાદથી શહેરના કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી પડી રહી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભારે વરસાદથી જળભરાવની સમસ્યા સર્જાઇ છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે.  કેટલાક વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

હવામાન વિભાગે 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, રાજસ્થાન અને કચ્છમાંથી ચોમસાની વાપસી શરૂ થઇ ગઇ છે.

કેરળ, કોસ્ટલ કર્ણાટક અને પુડુચેરીમાં 24 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 25 સપ્ટેમ્બર સુધી યાનમ, તેલંગાણા અને તટીય આંધ્રપ્રદેશમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તરીય આંતરિક કર્ણાટક અને રાયલસીમામાં આગામી 24 કલાક સુધી વરસાદની શક્યતા છે.

IMD એ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિત પૂર્વ અને ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. બિહાર અને ઝારખંડમાં આગામી ચાર દિવસમાં આવું જ હવામાન જોવા મળી શકે છે. ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, આસામ, મણિપુર અને મેઘાલયમાં 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં 26 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે.

ગુજરાતના આ જિલ્લામાં પડશે વરસાદ

અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત પ્રદેશ સિવાય ભારતના પશ્ચિમ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી ચાર દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ગોવા અને કોંકણમાં 26 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થઈ શકે છે.

મધ્ય મહારાષ્ટ્રમાં 24 થી 27 સપ્ટેમ્બર અને મરાઠવાડામાં 24 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, IMD અનુસાર, રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં શુષ્ક હવામાનની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં સરેરાશ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
મધ્યપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રકે ઓટોને કચડી નાખી, 7 લોકોના દબાઈ જતા મોત 
મધ્યપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રકે ઓટોને કચડી નાખી, 7 લોકોના દબાઈ જતા મોત 
Gujarat Rain Forecast: 26 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ
Gujarat Rain Forecast: 26 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Goswami | વરસાદનો છેલ્લો રાઉન્ડ દ. ગુજરાત માટે ભારે | અહીં તૂટી પડશે અતિ ભારે વરસાદNavsari Girl Mysterious Death | નવસારીમાં યુવક સાથે હોટલમાં ગયા બાદ મોત! | અનેક તર્ક-વિતર્કGujarat Rain Forecast | આજે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ | ABP AsmitaBotad Rain | બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદનો પ્રારંભ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
મધ્યપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રકે ઓટોને કચડી નાખી, 7 લોકોના દબાઈ જતા મોત 
મધ્યપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રકે ઓટોને કચડી નાખી, 7 લોકોના દબાઈ જતા મોત 
Gujarat Rain Forecast: 26 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ
Gujarat Rain Forecast: 26 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ
Stock Market Closing: શેરબજારે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો, મેટલ શેરમાં જોરદાર ઉછાળો  
Stock Market Closing: શેરબજારે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો, મેટલ શેરમાં જોરદાર ઉછાળો  
યુપીમાં રેસ્ટોરન્ટ, ઢાબા અને હોટલ ચલાવનારાઓ માટે નવો આદેશ, હવે આ કામ કરવું પડશે જરૂરી, નહીં તો...
યુપીમાં રેસ્ટોરન્ટ, ઢાબા અને હોટલ ચલાવનારાઓ માટે નવો આદેશ, હવે આ કામ કરવું પડશે જરૂરી, નહીં તો...
તમારી ઉંમર અને હાઈટ મુજબ કેટલું વજન હોવું જોઈએ ? જાણી લો
તમારી ઉંમર અને હાઈટ મુજબ કેટલું વજન હોવું જોઈએ ? જાણી લો
ચોમાસાના છેલ્લા રાઉન્ડમાં પણ વરસાદ ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીએ 2-5 ઇંચ વરસાદની આગાહી કરી
ચોમાસાના છેલ્લા રાઉન્ડમાં પણ વરસાદ ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીએ 2-5 ઇંચ વરસાદની આગાહી કરી
Embed widget