આકરી ગરમી વચ્ચે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, એક સપ્તાહમાં લીલા શાકભાજીનાં ભાવ દોઢ ગણા વધ્યાં
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપથી લોકો ત્રાહિમામ છે. ત્યારે હવે લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.
![આકરી ગરમી વચ્ચે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, એક સપ્તાહમાં લીલા શાકભાજીનાં ભાવ દોઢ ગણા વધ્યાં The price of green vegetables skyrocketed in summer, the prices of vegetables increased by one and a half times during the week આકરી ગરમી વચ્ચે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, એક સપ્તાહમાં લીલા શાકભાજીનાં ભાવ દોઢ ગણા વધ્યાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/5b37c9f984c159405fa0d492815af461171436762751175_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rise In Prices of Vegetables: ઉનાળાની શરૂઆત થતા જ શાકભાજીની આવકમાં ઘટાડો થવાના કારણે તેની સીધી અસર વિવિધ શાકના ભાવ ઉપર પડી રહી છે. ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ લીલા શાકભાજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. રીંગણ, ફુલાવર, વાલોડ, બટાકા, મરચા, દુધી, ભીંડા, કારેલા, કોથમીર વગેરેનાં ભાવમાં 15 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવ વધવાના કારણે ગૃહિણીઓનાં બજેટ ઉપર માઠિ અસર જોવા મળી રહી છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપથી લોકો ત્રાહિમામ છે. ત્યારે હવે લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. એક સપ્તાહમાં ભાવમાં દોઢ ગણો વધારો થયો છે. તેમાં પણ છૂટક બજારમાં લીંબુ અને આદુનો ભાવ 200 રૂપિયાએ પહોંચ્યો છે. તો રીંગણ, ફુલાવર, વાલોર, બટાકા, મરચા, દૂધી, ભીંડા, કારેલા, કોથમીર વગેરેના ભાવમાં 15 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, ગરમીમાં શાકભાજીની આવક ઓછી થઈ છે. પહેલા રોજ 18થી 19 હજાર ક્વિન્ટલ શાકભાજી આવતું હતું. જે ઘટીને 14થી 15 હજાર ક્વિન્ટલ થઈ ગઈ છે. અઠવાડિયા પહેલા 170 રુપિયા પ્રતિ કિલોના ભાવે મળતું આદું હાલમાં 200એ વેચાય છે. તો ડુંગળીનો ભાવ પહેલા 25 રૂપિયા હતો તેનો ભાવ હાલ 40 રૂપિયા છે. શાકભાજીના ભાવ વધવાના કારણે ગૃહિણીઓના બજેટ ઉપર અસર જોવા મળી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)