શોધખોળ કરો

રાજ્ય સરાકરે જન્માષ્ટમીની ઉજવણીની આપી છૂટ પણ દ્વારકા જગતમંદિર રહેશે બંધ

મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે.

આગામી જન્માષ્ટમીના દ્વારકા જગત મંદિર રહેશે બંધ. જન્માષ્ટમીમાં માત્ર પૂજારી પરિવાર અને પ્રશાસન કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. સૂત્રોએ કહ્યું કે ગત વર્ષની જેમ જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. આ અંગે સત્તાવાર જાહેરાત મંદિર પ્રશાસન અને પ્રશાસન આજ સાંજ સુધીમાં કરશે. મહત્વનું છે કે વિરપુરનું જલારામ મંદિર પણ જન્માષ્ટીમાં સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. 

જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે  જે ૮ મહાનગરોમાં  રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.૩૦ ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફયુ રાત્રિના ૧ વાગ્યાથી અમલી કરાશે.

મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ર૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે ૨૦૦ લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર  યાત્રાની છૂટ અપાશે. રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહિ. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહિ. 

મુખ્યમંત્રીએ ગણેશોત્સવનું પર્વ આગામી તા. ૯ સપ્ટેમ્બરથી તા.૧૯ સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તદઅનુસાર, સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ. 

રાજ્યના ૮ મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે ૧૧ વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તા.૯ મી સપ્ટેમ્બરથી તા.૧૯ મી સપ્ટેમ્બર દરમ્યાન આ મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ આ મહાનગરોમાં રાત્રે ૧ર વાગ્યાથી કરાશે.  ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Embed widget