(Source: ECI/ABP News/ABP Majha)
Rain: અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ, માહોર નદીના પાણી દેરોલ ગામમાં ઘૂસ્યા
અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. મોડાસામાં ચાર ઈંચ, માલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે મોડાસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોડાસા ચાર રસ્તા અને બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. ધનસુરામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધનસુરા બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. ધનસુરાની બજારોમાં પણ પાણી ભરાયા હતા. અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માહોર નદીના પાણી દેરોલ ગામમાં ઘૂસ્યા હતા.
મોડાસામાં ચાર ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોડાસા માર્કેટ યાર્ડમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. બાયડની વાત્રક નદી બે કાંઠે વહેતી થઇ હતી. નદી બે કાંઠે વહેતી થતા રામોસ અને અલાના વચ્ચેનો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો. ઉદેપુર, અલોના, સહિતના 5 ગામ સંપર્ક વિહોણો થયા હતા. તંત્ર દ્વારા કોઝવે નજીક ન જવા સૂચના આપવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના ત્રણ તાલુકામાં જળબંબાકાર
મહેસાણા જિલ્લાના ત્રણ તાલુકામાં જળબંબાકાર થયા હતા. ઊંઝા, વિસનગર, વિજાપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઊંઝા, વિસનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઊંઝા APMC અને તળાવ નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઊંઝા અંડરપાસ, કન્યા છાત્રાલય, રેલવે વિસ્તારમાં પાણી ભરાયા હતા. વિજાપુરના પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ હતી. ઊંઝા, વિસનગર, વિજાપુરમાં વાહન વ્યવહારને અસર થઇ હતી.
કપાસ, મગફળીના પાકમાં થયું નુકસાન
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકમાં નુકસાન થયું છે. કપાસ મગફળી સહિતના પાકમાં સતત વરસાદના કારણે નુકસાન થયું છે. ભાદરકાઠાના ખેતરોમાં એકથી દોઢ ફૂટ સુધી ખેતરોમાં પાણી ભરેલા જોવા મળ્યા છે. ખેડૂતોએ કહ્યું કે, મગફળી અને કપાસના ભાગમાં 24 કલાક પાણી ભર્યું રહે એટલે પાક નિષ્ફળ જાય છે. મગફળીમાં સતત પાણી રહેવાના કારણે મૂળિયા સળી જાય છે. ખેડૂતોએ કહ્યું કે, કઠોળ ના પાકમાં પણ નુકશાન થયું છે. ખેતરોમાં અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલા જોવા મળ્યા છે.
ઈટાદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ
માણસા તાલુકાના ઈટાદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. વરસાદ ફરીથી શરૂ થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. પાણી ઉતરે તે પહેલાં જ વરસાદ શરૂ થતા ચિંતા વધી છે. ઈટાદરા ગામના અવરજવરના રસ્તાઓ જળમગ્ન થયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
Join Our Official Telegram Channel: