શોધખોળ કરો

Rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, અમદાવાદ-આબુ હાઇવે પર પાણી ભરાતા પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે  ફરી એક વખત પ્રશાસનની પોલ ખોલી નાખી છે. મોડી રાત્રે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે પાલનપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદ-આબુ હાઈવે પર ચાર ફૂટ સુધીના પાણી ભરાતા પાંચ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ થયો હતો.  ટ્રાફિકજામના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા હતા.

તો અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.  મોડી રાત્રે જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ, મેઘરજમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથેના વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા તો મોડાસા-શામળાજી હાઇવે પર આવેલી હોટલના છતના પતરા ઉડ્યા હતા. તો ભિલોડાના રામનગર ગામમાં રહેણાંક મકાનના છતના પણ પતરા ઉડ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, વડાલી સહિતના પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.  હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગઢોડા, હડિયોલ, સાબરડેરી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઝડપી પવન સાથેના વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગૂલ થઈ ગઇ હતી.

Gujarat Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

ગાંધીનગર: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે.   હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.  

કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે

આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય થશે. જેને લઈ ગુજરાતમાં વરસાદ વરસશે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 4 જૂને કેરલમાં ચોમાસું બેસશે.  જો કે, હવે કહેવું છે કે, કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત છે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે.  આ માહોલ હજુ પણ યથાવત રહે તેવી પુરેપુરી શક્યતા છે.  હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, તે પ્રમાણે હજુ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે અને કેટલાક સ્થળો પર ગરમી અને ઉકળાટની અસર પણ વર્તાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે  ગુજરાતમાં વરસાદી માહોલ વધુ જામ્યો છે કેમ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લૉનિક સર્ક્યૂલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે.

રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

વિડિઓઝ

ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
Embed widget