શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગે 2 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ

બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ફરી રાજ્યમાં વરસાદી માહોલ બનશે. હવામાન વિભાગના અનુમાન મુજબ 25 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે

Gujarat Rain Forecast:રાજ્યના 13 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના બે, મધ્ય ગુજરાતના ચાર તો દક્ષિણ ગુજરાતના  જિલ્લામાં  હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મોસમનો મિજાજ બદલાય શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.

બંગાળની ખાડીમાં સાયક્લોનિક સકર્યુલેશન સર્જાતા ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે.25 સપ્ટમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ફરી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. ત્રણ દિવસ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.  તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.

રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો થયા?

રાજ્યના કુલ 207 પૈકી 116 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  કચ્છ-સૌરાષ્ટ્રના 94 જળાશયો ઓવરફ્લો થયા છે. તો મધ્ય ગુજરાતના 11, દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના બે જળાશયો ઓવરફ્લો છે.પાણીની ભારે આવકથી રાજ્યના 172 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 151 ડેમ હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 11 ડેમ વોર્નિંગ પર  છે.

ચોમાસાની સિઝનનો ક્યો કેટલો વરસ્યો વરસાદ

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 125.07 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 107.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.                                

તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંપણ ધોધમાર વરસાદ વરસી શકે છે. તો કર્ણાટક,કેરળ,ઝારખંડ,રાજસ્થાનમાં પણ મોસમનો મિજાજ બદલાય શકે છે. ઉત્તરાખંડમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળીBhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડVadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget