શોધખોળ કરો
Advertisement
આ 3 ગુજરાતીઓને મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન, જાણો કોનું કપાયું પત્તુ
નરેન્દ્ર મોદી પ્રધાન મંડળમાં મધ્ય ગુજરાતને પ્રતિનિધિત્વ ના મળતાં ભાજપમાં ચર્ચા શરૂ થઇ છે.
નવી દિલ્હીઃ 30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી સહિત 58 મંત્રીઓએ શપથ લીધા હતા. મોદી સરાકર 2.0માં અમિત શાહ સહિત પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
નરેન્દ્ર મોદી પ્રધાન મંડળમાં મધ્ય ગુજરાતને પ્રતિનિધિત્વ ના મળતાં ભાજપમાં ચર્ચા શરૂ થઇ છે. બીજી તરફ ગત પ્રધાનમંડળમાં દાહોદનાં સાંસદ જશવંતસિંહ ભાભોરને રાજ્ય કક્ષાનાં મંત્રી બનાવવામાં આવ્યા હતા પણ નવા પ્રધાનમંડળમાં તેમનું પણ પત્તુ કપાયું છે. ઉલ્લેખનીય છે કે રંજનબેન ભટ્ટ અને ગીતાબેન રાઠવાનાં નામો પણ ચર્ચામાં હતા.
ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને મળી છે ત્યારે મતદારોની અને ભાજપનાં કાર્યકરોની અપેક્ષાઓ હતી કે, આ વખતે ગુજરાતને ગણનાપાત્ર રીતે પ્રતિનિધિત્વ મળશે. જો કે આવું હાલમાં જોવા મળ્યું નથી. ભવિષ્યમાં જો પ્રધાન મંડળનું વિસ્તરણ થાય અને તેમાં મધ્ય ગુજરાતને પ્રતિનિધિત્વ મળી શકે તેવી અપેક્ષા પણ કેટલાક રાખી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement