શોધખોળ કરો

પંચમહાલના જાંબુઘોડામાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, સુખી નદી બે કાંઠે વહેતી થઈ, કોઝ વે પર ફરી વળ્યા પાણી

Panchmahal News: રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજથી રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.

Gujarat Monsoon: રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજથી રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી ત્રણ દિવસ હળવો જ્યારે ગુરૂવાર અને શુક્રવારે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

સુખી નદીમાં આવ્યા નવા નીર

પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં મેઘમહેર થઈ છે. જાંબુઘોડા તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે સુખી નદીમાં નવા નીર આવતાં બંને કાંઠે વહેતી થઈ છે. નદી પરના કોઝ વે પર પાણી ફરી વળ્યા છે. જીલ્લાના અનેક વિસ્તારમાં વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.

પંચમહાલના જાંબુઘોડામાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, સુખી નદી બે કાંઠે વહેતી થઈ, કોઝ વે પર ફરી વળ્યા પાણી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રીય થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. 23થી 26 જૂલાઈ વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 29 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી

ગુજરાતમાં 17થી 20 જૂલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થશે. રાજ્યમાં આગાણી 17 જુલાઈથી  19 જૂલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય  આહવા,  ડાંગ,  સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.   અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં  રાજકોટ,  મોરબી અને સુરેન્દ્રનગરમાં  પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

પંચમહાલના જાંબુઘોડામાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, સુખી નદી બે કાંઠે વહેતી થઈ, કોઝ વે પર ફરી વળ્યા પાણી

સૌરાષ્ટ્રના કેટલા જળાશયો થયા ઓવરફ્લો

રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતા રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે  સૌરાષ્ટ્રના 21, કચ્છના 8 જળાશયો ઓવર ફ્લો થયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. હાલમાં રાજ્યના 15 જળાશયો એલર્ટ પર છે. 19 જળાશયો વોર્નિંગ પર છે.  રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે. 

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget