શોધખોળ કરો
Advertisement
ભૂજની જેલની ઓફિસમાં ત્રણ પાકિસ્તાની કેદીઓએ કરી તોડફોડ
કચ્છના ભૂજની જીઆઈસી જેલમાં ત્રણ પાકિસ્તાની કેદીઓએ જેલની ઓફિસમાં તોડફોડ કરીને ધમાલ મચાવી હતી
ભૂજઃ કચ્છના ભૂજની જીઆઈસી જેલમાં ત્રણ પાકિસ્તાની કેદીઓએ જેલની ઓફિસમાં તોડફોડ કરીને ધમાલ મચાવી હતી. મળતી જાણકારી અનુસાર કચ્છના ભૂજની જેલમાં ત્રણ પાકિસ્તાની કેદીઓએ હોબાળો મચાવ્યો હતો.
મળતી જાણકારી અનુસાર, ત્રણેય પાકિસ્તાની કેદીઓ જેલની ઓફિસમાં જઈને એકદમ ઉશ્કેરાઈને પોલીસ કોન્સ્ટેબલને અપશબ્દો બોલવા લાગ્યા હતા. કેદીઓ કહેવા લાગ્યા હતા કે અમારે અહીં જેલમાં નથી રહેવુ. કેટલો સમય જેલમાં રાખશો. આટલું બોલી પાકિસ્તાની કેદીઓએ જેલની ઓફિસમાં ધમાલ મચાવી હતી. ત્રણેય પાકિસ્તાની કેદીઓએ જેલમાં માટલા ફોડીને પોતાના માથાના ભાગે પણ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ભૂજ બી ડીવીઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement