જૂનાગઢના વિસાવદર નજીક વૃક્ષ કાર પર ધરાશાયી, એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત
જૂનાગઢમાં વિસાવદર નજીક કાર પર વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા
જૂનાગઢમાં વિસાવદર નજીક કાર પર વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના આકોલવાડી ગામ નજીક અચાનક જ વૃક્ષ કાર પર પડ્યું હતું જેના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. કારમાં સવાર લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. જો કે હાલ તો બે પુત્રી અને પિતાને વિસાવદર હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Unseasonal Rain : રાજ્યમાં હજુ પણ આટલા દિવસ વરસશે કમોસમી વરસાદ, જાણો આજે ક્યા પડશે વરસાદ?
રાજ્યમાં હજુ પણ ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સાતમી મેથી વરસાદની અસર બંધ થશે. જો કે તે પહેલા ત્રણ દિવસ કમોસમી વરસાદ પડશે. આજે અમરેલી, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, સુરત, નવસારી, ડાંગી, તાપી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. તો આવતીકાલે રાજકોટ, મોરબી, સુરેંદ્રનગર, કચ્છ, વડોદરા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં માવઠું પડશે. તો છ તારીખે અમરેલી, રાજકોટ, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Weather Forecast: હિમવર્ષા-કરા અને વરસાદ.... દિલ્હી-NCR સહિત દેશભરમાં ક્યાં કેવું હવામાન, જાણો નવું અપડેટ
Weather Update: દિલ્હી સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ગુરુવાર (4 મે)થી હળવા ઝાકળ અને ધુમ્મસની શરૂઆત થઈ છે. દેશના મેદાની વિસ્તારોમાં વરસાદની સાથે કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. આ સિવાય પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જો કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ સાથે જ એપ્રિલની શરૂઆતથી જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે (4 મે) રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. રાજ્યમાં 4 મે, ગુરુવારે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ કેટલીક જગ્યાએ હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. રાજ્યના ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય 3200 મીટર અને તેનાથી વધુ ઉંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા અને કરા પણ પડી શકે છે. વિભાગમાં આ વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને જોતા કેદારનાથ યાત્રા 5 મે સુધી રોકી દેવામાં આવી હતી