શોધખોળ કરો
Advertisement
પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં ફોર્મ ભરાવનો આજે છેલ્લો દિવસ, 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
આજે ફોર્મ ભર્યા બાદ આગામી 15મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ચકાસણી થશે. તો 16મી ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવા માટે અંતિમ દિવસ હશે.
રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની કુલ 8 હજાર 433 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આંતરિક વિખવાદ થતો હોવાથી ભાજપ-કૉંગ્રેસે બંનેએ ઉમેદવારોના નામ જાહેર કરવામાં વિલંબ કર્યો હતો.
કેટલીક જગ્યાએ તો ફોર્મ ભરાવના છેલ્લા 24 કલાક સુધી પણ યાદી બહાર પાડવામાં આવી ન હતી. કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તો ઉમેદવારોને ડાયરેકટ મેન્ડેટ આપી દેવાયા છે. ત્યારે આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે ભારે ધસારો રહેવાની શક્યતા છે.
આજે ફોર્મ ભર્યા બાદ આગામી 15મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ચકાસણી થશે. તો 16મી ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવા માટે અંતિમ દિવસ હશે. ત્યારબાદ પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં તમામ બેઠક પર ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે. ચિત્ર સ્પષ્ટ થયા બાદ 17મી ફેબ્રુઆરીથી ગામડા અને નગરોમાં ચૂંટણી પ્રચાર ધમધમશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement