PM Modi in Gujarat: PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ સાથે કર્યો રોડ શો
Narendra Modi Gujarat tour: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી બનાસકાંઠાના દિયોદર ખાતેના બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરશે.
LIVE
Background
બનાસકાઠા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી બનાસકાંઠાના દિયોદર ખાતેના બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં બનાસ ડેરી સંકુલ નિર્માણ પામેલ છે. જ્યાં પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4)નું આજે પીએમ લોકાર્પણ કરશે. આજે વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં આવશે.
I am delighted to be visiting @banasdairy1969 yet again. I had last visited the Dairy in 2016. That time a series of products of the Dairy were launched. I had also visited the Dairy in 2013. Here are glimpses from both programmes. pic.twitter.com/J8xlTPHT6e
— Narendra Modi (@narendramodi) April 19, 2022
ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ, પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન, દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન ચાર ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નો સમાવેશ થાય છે. એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જૂન-2020માં ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જેમાં વિશ્વના જુદા જુદા સાત દેશોની મશીનરી લગાવાઇ છે. આ પ્લાન્ટમાં 30 લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા કરવાની ક્ષમતા છે. જે વધારીને 50 લાખ લીટર પ્રતિદિન થઇ શકશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, 1 લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે.
ડેરી પ્લાન્ટની બાજુમાં આ સંકુલમાં જ 48 ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ વિકસાવવામાં આવનાર છે. બનાસ ડેરી સંકુલ, દિયોદરમાં સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રાજ્ય સરકારના મંત્રીઓએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત કરી હતી. રાજેંદ્ર ત્રિવેદી તેમજ પૂર્ણેશ મોદીએ પીએમ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે.
રોડ શોની કેટલીક તસવીરો
પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ કરેલા રોડ શોની કેટલીક તસવીરો.
Prime Minister Narendra Modi arrived in Ahmedabad after inaugurating WHO-Global Centre for Traditional Medicine in Jamnagar, Gujarat
— ANI (@ANI) April 19, 2022
Pic Credit: DD News pic.twitter.com/ZWO18XfdG1
પ્રધાનમંત્રી મોદી પોતાના કાફલા સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના
પ્રધાનમંત્રી મોદી પોતાના કાફલા સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થયા છે. આ દરમિયાન પીએમ મોદીના સ્વાગત માટે રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા છે. થોડીવારમાં મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ સાથે રોડ શો કરશે.
મોરેશિયસના પીએમ પ્રવિંદ કુમાર જુગનાથનો પણ આભાર વ્યક્ત કર્યો
હું મારા મિત્ર અને મોરેશિયસના પીએમ પ્રવિંદ કુમાર જુગનાથનો પણ આભાર વ્યક્ત કરું છું; મારો તેમના પરિવાર સાથે 3 દાયકા જૂનો સંબંધ છે... મને આનંદ છે કે તેમણે મારા ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લેવાનું મારું આમંત્રણ સ્વીકાર્યું અને ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીને અમારા દિલ જીતી લીધાઃ PM મોદી
ભારત પ્રત્યેનો તેમનો લગાવ એક સંસ્થાના રૂપમાં દેખાય છેઃ મોદી
નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, હું ડૉ. ટેડ્રોસને લાંબા સમયથી ઓળખું છું અને જ્યારે પણ અમે મળ્યા છીએ ત્યારે તેમણે ભારતીય શિક્ષકો પાસેથી તેમને મળેલા શિક્ષણનો ખુબ જ પ્રતિષ્ઠા સાથે ઉલ્લેખ કર્યો છે, તેમની લાગણીઓ ખુબ ઉલ્લાસ સાથે વ્યક્ત કરી છે કે, આજે ભારત પ્રત્યેનો ટેડ્રોસનો લગાવ એક સંસ્થાના રૂપમાં દેખાય છે.