શોધખોળ કરો

ગુજરાતના આ જાણીતા આંદોલનકારી આજે AAPમાં જોડાશે, કોની હાજરીમાં આપનો ખેસ પહેરશે?

આંદોલનકારી પ્રવિણ રામ આજે જૂનાગઢ ખાતે આપમાં જોડાશે. ગોપાલ ઇટાલિયા અને  ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં પ્રવીણ રામ આપમાં જોડાશે. પ્રવીણ રામે રવિવારે મનિષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી.

સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રીય થઈ ગઈ છે. એક પછી એક મોટા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. રવિવારે પાટીદાર નેતા મહેશ સવાણી આપમાં જોડાયા હતા. તેઓ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે એક યુવા આંદોલનકારી આજે આપમાં જોડાવાના છે. આ નેતાએ રવિવારે સુરતમાં સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. 

આંદોલનકારી પ્રવિણ રામ આજે જૂનાગઢ ખાતે આપમાં જોડાશે. ગોપાલ ઇટાલિયા અને  ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં પ્રવીણ રામ આપમાં જોડાશે.  જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને આંદોલનકારી પ્રવીણ રામે રવિવારે મનિષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. પ્રવીણ રામે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ અંગે જાતે માહિતી આપી હતી અને તેમની સાથેની તસવીરો પણ શેર કરી હતી. 

તેમણે જણાવ્યું છે કે, આજ રોજ સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કાર્યોની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. દિલ્હી સરકારના પ્રજાહિત માટેના કાર્યો તેમજ માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાજીના પ્રજાહિત માટેના વિચારો જાણીને ખુબ જ આનંદ થયો. આ મિટિંગમાં ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ, આપ નેતા ઇસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને અન્ય જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.

આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ગઈ કાલે સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યા હતા. ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો હતો. જોકે, તેમણે ગઈ કાલે પોતાના વાયરલ થયેલા વીડિયોને લઈને માફી માંગી હતી. 

ગઈ કાલે આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને  પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

Surat Politics : આપના કયા ટોચના નેતાએ બીજેપીને ભાજપ ઝઘડા પાર્ટી ગણાવી ?

સુરતઃ સુરતના જાણીતા ઉદ્યોગપતિ  મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની હાજરીમાં સવાણી પાર્ટીમાં જોડાયા હતા. સિસોદિયાએ મહેશ સવાણીને આપ માં આવકાર આપ્યો હતો. મહેશ સવાણી પાટીદાર આગેવાન અને સમાજ સેવક છે. મહેશ સવાણીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સેંકડો દીકરીએનાં લગ્ન કરાવ્યા છે. કોરોના કાળમાં સૌરાષ્ટ્રમાં જનરેટર પહોંચાડી મહેશ સવાણીએ સેવા બજાવી છે.

ભાજપ બધા સાથે લડે છેઃ મનીષ સિસોદીયા

પ્રેસ કોન્ફરન્સમાં મનીષ સિસોદીયાએ કહ્યું, સીએમ કોણ હશે તે ચૂંટણી સમયે જોવાશે. અમારા નગરસેવકોએ ખૂબ સારું કામ કર્યું છે. હજુ અનેક લોકો ભાજપ છોડી આપમાં જોડાશે. તેમણે એમ પણ કહ્યું કે, બીજેપી એટલે ભાજપ ઝઘડા પાર્ટી. ભાજપ બધા સાથે લડે છે, ભાજપ શિક્ષણ સમિતિની લૂંટ ચલાવવા માંગે છે.

આપમાં જોડાયા બાદ શું બોલ્યા મહેશ સવાણી

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું, મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું છે. એક 80 વર્ષ નું ઘર(કોંગ્રેસ),એક 25 વર્ષ નું એલિવેશન વાળું ઘર (ભાજપ) અને ખુલ્લો પ્લોટ (આપ) છે. હું ખુલ્લો પ્લોટ પસંદ કરું છે. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું છે પણ મેં નક્કી કર્યું છે. મારે જેલમાં જવું પડશે, બહુ બહુ તો ગોળી મારી દેશે. મને નાના વર્ગની પીડા ખબર છે. સમાજના કામ કરવામાં પણ રાજકારણ આવે છે. કોવિડ સેન્ટરો મુદ્દે પણ આવું રાજકારણ યોગ્ય નથી. હું દિલ્હી ગયો હતો ત્યાં મેં સરકારી સ્કૂલો જોઈ હતી, ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સ્કૂલો છે.  લોકોને ખૂબ આર્થિક નુકસાન થયું છે, લોકો કોરોનામાં રઝળી રહ્યા હતાં. આ વાત કરતાં તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.

મહેશ સવાણી બિઝનેસમેન હોવાની સાથે સાથે અનાથ દીકરીઓના લગ્ન કરાવવા માટે પણ રાજ્યભરમાં જાણીતા છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની સાથે કેટલાક વિવાદ પણ સંકળાયેલા છે. વર્ષ 2020માં બિલ્ડરનું અપહરણ કરવા મામલે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Embed widget