શોધખોળ કરો
Advertisement
કોવિડ-19ની ગાઈડલાઇન્સનું પાલન ન થતાં કયા જિલ્લામાં પ્રવાસન સ્થળો કરાયા બંધ? જાણો વિગત
ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વિસ્ફોટ થયો છે. આજે સૌથી વધુ 1515 નવા કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 9 લોકોના મોત થયા હતા.
વલસાડ: કોરોના વાયરસનું સંક્રમણ વધતા અને ગાઈડલાઈન્સનું પાલન ન થતા વલસાડ જિલ્લામાં સહેલાણીઓ માટે પ્રવાસન સ્થળો બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના તિથલ, ઉમરગામ દરિયા કિનારો, મગોદ ડુંગરી, નારગોલ અને ધરમપુર ના વિલસન હિલ સહિતના પર્યટન સ્થળો સહેલાણીઓ માટે હાલ પૂરતા બંધ કરાયા છે.
પ્રવાસન સ્થળો પર કોવિડ 19ની ગાઈડલાઇન્સ નું પાલન ન થતા જિલ્લા પ્રશાસને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પ્રવાસીઓની અવરજવર ઉપર સખત નિયંત્રણ માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં લોકો પ્રવાસન સ્થળો પર ઉમટી પડ્યા હતા. એવામાં અનેક જગ્યાએ લોકો માસ્ક વગર તથા કોવિડ-19ની ગાઈડલાઈન્સનું પાલન ન કરતા કોરોનાને ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા વલસાડ જિલ્લામાં પ્રવાસ સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વિસ્ફોટ થયો છે. આજે સૌથી વધુ 1515 નવા કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3846 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,95,917 પર પહોંચી છે.
રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 178786 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 95 દર્દી વેન્ટીલેટર પર છે અને 13190 લોકો સ્ટેબલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion