શોધખોળ કરો

Gujarat Heavy Rain: રાજ્યમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર પ્રભાવિત, 636 રસ્તા બંધ

Gujarat Heavy Rain: ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેધતાંડવ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે 636 રસ્તા બંધ છે.

Gujarat Heavy Rain: ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક બ્રીજ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. જળબંબાકારની સ્થિતિના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. રાજ્યના કુલ 636 રસ્તાઓ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે. 22 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 549 રસ્તા બંધ છે. અન્ય 37 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ ખોરવાઈ છે.જામનગર અને આસપાસના તાલુકાઓમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે બેડ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવતા જામનગર-ખંભાળીયા હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે માર્ગ વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.

ભારે વરસાદના કારણે રેલવે સેવા પણ ખોરવાઇ છે

ભારે વરસાદથી રાજ્યમાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ કરાઇ છે. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ  સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. અમદાવાદ-એક્તાનગર જનશતાબ્દી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે વડોદરા-અમદાવાદ મેમુ ટ્રેન અને  અમદાવાદ-વડોદરા મેમુ, અમદાવાદ-હાવડા, અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-મુંબઈ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ-અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ, વલસાડ-વડનગર એક્સપ્રેસ ટ્રેન રદ  થઇ છે.

જામનગર શહેરમાં  પણ મૂશળધાર વરસાદના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જળમગ્ન થઇ ગયા છે. ખંભાળીયા નાકા, નાગરપરામાં પાણી ફરી વળ્યાં છે.  સાન ચોક વિસ્તાર, પંચેશ્વર ટાવરથી બેડીગેટ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. રસ્તા જળમાં મગ્ન થતાં વરસાદી પાણીમાં  વાહનો ડૂબી ગયા હતા. ભારે વરસાદના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી રહયાં છે. 

રાજકોટમાં જળબંબાકાર

રાજકોટમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ન્યારી-2 ડેમની જળસપાટી વધતાં 10  દરવાજા ખોલવામાં આવ્યા છે.  ન્યારીના દરવાજા ખોલાતા નદીના પટના વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. પડધરીના નીચાણવાળા ગામમાં ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ઉપલેટાના મોજીરા નજીકનો મોજ ડેમ ઓવરફ્લો થતાં મોજ ડેમના 24 દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યાં છે.  ડેમના દરવાતા ખોલવા ઉપલેટા સહિતના મોજીરા, ગઢાળા ગામને કરાયા એલર્ટ કરવાાં આવ્યાં છે. ખાખી જાળીયા, સેવંત્રા, નવાપરા,કેરાળા ગામને  એલર્ટ કરવામાં આવ્યાં છે. મોજ નદીના પટમાં અવરજવર ન કરવા પ્રશાસનને સૂચના આપી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Embed widget