શોધખોળ કરો
Advertisement
મોદી-ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં કયા દિગ્ગજ કલાકાર લોકોનું કરશે મનોરંજન ? કયા ક્રિકેટરો રહેશે હાજર ? જાણો વિગત
ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. ટ્રમ્પ અને મેલાનિયા ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે.
અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ સાથે આવશે. ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. ટ્રમ્પ અને મેલાનિયા ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે અને બાદમાં દિલ્હીની મુલાકાત લેશે. અમદાવાદમાં તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે હજારો લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્મ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે, જેના તડામાર તૈયારીઓ પ્રશાસન દ્વારા શરૂ દેવામાં આવી છે.
સ્ટેડિયમમાં કોણ કરશે મનોરંજન
મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થિત VIP પ્રતિનિધિઓના મનોરંજન માટે એ.આર.રહેમાનનો સંપર્ક સાધવામાં આવ્યો છે. એ.આર.રહેમાન સાથે સોનુ નિગમ અને શાનને પણ સ્ટેડિયમમાં બોલાવવા આયોજન કરવામાં આવ્યું છે.
સચિન, પાર્થિવ, બુમરાહને આમંત્રણ
નવનિર્મિત મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ સમારોહમાં ભારતના પૂર્વ કેપ્ટન અને BCCI ના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી પણ ઉપસ્થિત રહેશે. કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ માટે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર,પાર્થિવ પટેલ,જસપ્રીત બુમરાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
એરપોર્ટ પર અપાશે ગાર્ડ ઓફ ઓનર
ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાતને લઈ DCP વિજય પટેલ દ્વારા શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યા મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિને અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. જે બાદ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ અરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. ગાંધી આશ્રમ બાદ બંને નેતાઓ મોટેરા સ્ટેડિયમ જશે અને રોડ શૉ યોજાશે. રોડ શોની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
મોટેરામાં કેટલા લોકો રહેશે હાજર
મોટેરા સ્ટેડિયમમાં 1,20,000 લોકો હાજર રહેશે. જિલ્લા અને તાલુકા કક્ષાએથી પણ લોકો આવશે. પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે 28 પાર્કિંગ બનાવવામાં આવી રહ્યા છે. તમામ પાર્કિંગ 1.5 કિમી અંતર્ગત બનાવવામાં આવી રહ્યા છે.
કેટલા પોલીસ કર્મચારી સંભાળશે સુરક્ષા
મોદી-ટ્રમ્પની મુલાકાત વખતે 25 IPS, 65 ACP, 200 PI અને 800 PSI સુરક્ષા બંદોબસ્ત સંભાળશે. આ ઉપરાંત 10000 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે.
IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે, જાણો કયારથી શરૂ થશે ટુર્નામેન્ટ કેજરીવાલ દિલ્હીના CM તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે, 6 મંત્રીઓ પણ લેશે શપથAhmedabad DCP: We are coordinating with US Secret Service & SPG to lay out a full proof security plan. Teams of Bomb Detection & Disposal Squad sanitizing venues where the two leaders will visit. We are checking backgrounds of 1.2 lakh participants of 'Kem Cho, Trump' event. https://t.co/dU9kXcXUWp
— ANI (@ANI) February 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement