શોધખોળ કરો
Advertisement
કેજરીવાલ દિલ્હીના CM તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે, 6 મંત્રીઓ પણ લેશે શપથ
શપથ ગ્રહણ પહેલા કેજરીવાલે તેમના સંભવિત મંત્રીઓ સાથે ડિનર કર્યું અને આ દરમિયાન રાજધાનીના વિકાસના રોડમેપ પર ચર્ચા કરી હતી.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ આજે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે. દિલ્હીના રામલીલા મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. આ પહેલા વર્ષ 2013 અને 2015માં પણ કેજરીવાલે રામલીલા મેદાનમાં શપથ લીધા હતા. શપથ ગ્રહણ પહેલા કેજરીવાલે તેમના સંભવિત મંત્રીઓ સાથે ડિનર કર્યું અને આ દરમિયાન રાજધાનીના વિકાસના રોડમેપ પર ચર્ચા કરી હતી.
છ મંત્રીઓ પણ લેશે શપથ
કેજરીવાલની સાથે છ મંત્રીઓ પણ શપથ લેશે. જેમાં મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમ સામેલ છે. કેજરીવાલ બપોરે 12.15 કલાકે શપથ લેશે.
કેજરીવાલનું રામલીલા મેદાન સાથે કનેકશન કેજરીવાલનું રામલીલા મેદાન સાથે ખાસ કનેકશન છે. અન્ના હજારેની સાથે ભ્રષ્ટાચાર સામે આંદોલન તેમણે આ મેદાનમાં જ કર્યુ હતું. આ પહેલા બે વખત તેમણે રામલીલા મેદાનમાં જ શપથ ગ્રહણ કર્યા હતા. ટ્રાફિક કરાયો ડાઇવર્ટ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખી રામલીલા મેદાન આસપાસના વિસ્તારના છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. ખૂણે ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. શપથ ગ્રહણ સમારોહ માટે મલ્ટી લેયર સુરક્ષા વ્યવસ્થાનો પ્રબંધ છે. સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. રામલીલા મેદાનમાં દિલ્હી પોલીસ અને સીઆરપીએફના 5 હજારથી વધારે જવાન સુરક્ષા તૈનાત રહેશે. દેખરેખ માટે ડ્રોનનો પણ ઉપયોગ લેવાશે. રામલીલા મેદાન પાસે 125 સીસીટીવીથી દેખરેખ રખાશે. એન્ટ્રી ગેટ પર મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરાશે.Delhi: Chief Minister-designate Arvind Kejriwal to swear-in as Chief Minister for the third time at Ramlila Ground today. (File pic) pic.twitter.com/vttl35li9F
— ANI (@ANI) February 16, 2020
ચૂંટણીમાં આપનો સપાટો દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 સીટ જીતી હતી. ભાજપને માત્ર 8 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસ સતત બીજી વખત ખાતું ખોલાવી શકી નહોતી. 2015માં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 અને ભાજપે 3 બેઠક જીતી હતી.Delhi: Preparations underway for the swearing-in ceremony of Chief Minister-designate Arvind Kejriwal at Ramlila Ground. He will take oath as CM for the third time today. pic.twitter.com/QbyMhGkBwZ
— ANI (@ANI) February 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement