Dahod : સામાન્ય ઝઘડામાં બે બાળકોનું અપહરણ કર્યા બાદ હત્યા, બંનેના મૃતદેહ મળી આવ્યાં
Dahod News : આરોપીએ સામાન્ય ઝઘડામાં આ બન્ને બાળકોનું અપહરણ કર્યું હતું અને બાદમાં હત્યા કરી નાખી.
Dahod : દાહોદમાં સામાન્ય ઝઘડામાં બે બાળકોનું અપહરણ કર્યા બાદ હત્યાથી ચકચાર મચી ગઈ છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામના બે ગુમ થયેલ સગીર ભાઈઓના મૃતદેહ મળી આવ્યાં છે. આરોપીએ સામાન્ય ઝઘડામાં આ બન્ને બાળકોનું અપહરણ કર્યું હતું અને બાદમાં હત્યા કરી નાખી.
ગત મંગળવારના દિવસે આરોપી એવા ગામના જ યુવાને બન્ને ભાઈનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ આરોપી હત્યારા યુવાને એક 10 વર્ષના અને બીજા 12 વર્ષના બાળકની હત્યા કરી નાખી. આ એક બાળકનો મૃતદેહ જંગલમાં રોડની બાજુમાં પથ્થર નીચે દબાયેલી અવસ્થામાં મળી આવ્યો, તો બીજા બાળકનો મૃતદેહ કુંવામાંથી મળી આવ્યો. પોલીસે બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી એ દરમિયાન બંને બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતા. પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના ભાઈએ કરી પ્રેમીની હત્યા
રાજકોટમાં એક હિન્દૂ યુવક વિધર્મી યુવતી સાથેનો પ્રેમ પ્રાણઘાતક નીવડ્યો છે. રાજકોટમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના ભાઈએ તેના પ્રેમી યુવકની હત્યા કરી છે, જેના આઘાતમાં પ્રેમિકાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા મિથુન બિપિનભાઈ ઠાકુર નામનો 22 વર્ષીય યુવક ગત 10 તારીખે પોતાના ઘરે પડી જતા તેને શરીરે ગંભીર ઇજા થઇ હોવાની વાત જાણવા મળી હતી, જ બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આ તો હતો.
ભક્તિનગર પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કેમૂળ ઉત્તરપ્રદેશનો વાતની મિથુન મજૂરી કામ કરે છે. મિથુનને બે વર્ષથી તેના જ વિસ્તારમાં રહેતી સુમૈયા રફીકભાઈ કડીવાર નામની યુવતી સાથે પ્રેમસબંધ હતો. આ વાતની જાણ સુમૈયાના ભાઈ સાકીરને થતા સાકીરે તેના મિત્ર સાથે મળી મિથુનને બોલાવી ઢોર મારમાર્યો હતો.ત્યારબાદ ઘવાયેલા મિથુનને તેના પરીવાર દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની હાલત ગંભીર હોય તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તેનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.જેથી બનાવ હત્યામાં પલટાયો છે. હાલ સમગ્ર ઘટના મામલે પોલિસે સાકિર તેમજ તેના મિત્ર અબ્દુલની ધરપકડ કરી છે.