ભર ઉનાળે આજથી બે દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, જાણો ક્યા જિલ્લામાં વરસાદ પડશે
આ સિવાય મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉનાળાના આકરા તાપની વચ્ચે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે અને આવતીકાલે દાહોદ, મહીસાગર, નર્મદા, તાપી અને ડાંગમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં પણ આજે વાદળછાયુ વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.
આ સિવાય મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને લીધે ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ-કશ્મીરના નજીકના વિસ્તારોમાં વાવાઝોડુ આકાર પામી રહ્યું છે. જેને લીધે જમ્મુ-કશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલપ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.
હવાના હળવા દબાણને કારણે મધ્ય ભારતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ આ ત્રણેય રાજ્યોમાં 30થી 40 કિલોમીટર ગતિએ પવન પણ ફુંકાઈ શકે છે.
હવે કેરી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો, ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ
ગુજરાતના આ શહેરમાં આજથી ટ્યુશન અને કોચિંગ ક્લાસ બંધ, કોરોનાનો રાફડો ફાટતા તંત્ર હરકતમાં
અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવ્યો, SVP હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો
કોરોના રસી લેનાર ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કોવિશિલ્ડ રસીના બે ડોઝ લીધા હતા