શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં આજથી ટ્યુશન અને કોચિંગ ક્લાસ બંધ, કોરોનાનો રાફડો ફાટતા તંત્ર હરકતમાં

આજે સાંજે ચાર વાગ્યે વિનોદ રાવ ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે બેઠક કરેશ.

વડોદરામાં કોરોનાના વધતા સંક્રમણને લઈને પ્રશાસન ચિંતિત છે અને કોરોના પર કાબુ મેળવવા સંભવ તમામ પ્રયાસોમાં લાગુ ગયું છે. વડોદરા શહેરમાં ગુરૂવારે નવા 111 પોઝિટીવ કેસ નોંધાયા હતા. તો વડોદરા ગ્રામ્યમાં નવા 18 પોઝિટીવ કેસ નોંધાયા છે. 

કોરોનાના વધતા સંક્રમણને જોતા OSD ડોક્ટર વિનોદ રાવે  વિદ્યાર્થીઓમાં સંક્રમણનો શિકાર ન બને તે માટે આજથી ટ્યુશન ક્લાસ અને કોચિંગ ક્લાસ બંધ રાખવાના આદેશ કર્યા છે. તો આજે ડોક્ટર વિનોદ રાવ SSG અને ગોત્રી હોસ્પિટલની મુલાકાત લેશે.

આજે સાંજે ચાર વાગ્યે વિનોદ રાવ ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે બેઠક કરેશ. જ્યારે સાંજે છ વાગ્યે પોલીસ કમિશનર, કલેક્ટર અને મનપા કમિશનર સાથે બેઠક યોજશે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે. 

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને  સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

સુરત કોર્પોરેશનમાં 324, અમદાવાદ કોર્પોરેશનમાં 298, વડોદરા કોર્પોરેશનમાં 111,  રાજકોટ  કોર્પોરેશનમાં 98, સુરતમાં 71,જામનગર કોર્પોરેશન -38, ખેડા-25, પંચમહાલ-25,  ભાવનગર કોર્પોરેશન-24, દાહોદ 18, મહેસાણા 18, વડોદરા 18, આણંદ 15, કચ્છ 15, રાજકોટ 15,  ગાંધીનગર કોર્પોરેશન-14, ભરૂચ 13, મહિસાગર 13, નર્મદા 13, સાબરકાંઠા 13,  ગાંધીનગર-10, જામનગરમાં 10, અમરેલી 8, ભાવનગરમાં 8,  પાટણ 7, અમદાવાદ, છોટા ઉદેપુર અને મોરબીમાં 6-6  કેસ નોંધાયા હતા.

ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?

સુરત કોર્પોરેશનમાં 261, અમદાવાદ કોર્પોરેશનમાં 250, વડોદરા કોર્પોરેશનમાં 95, રાજકોટ કોર્પોરેશનમાં 67,  સુરતમાં 5, રાજકોટ-10, ભરુચ-11, મહેસાણા-15, જામનગર કોર્પોરેશન -12, ખેડા-15, ભાવનગર કોર્પોરેશન 11, ભરૂચ 11, મહીસાગર 11 અને દેવભૂમિ દ્વારકામાં 13 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 24,13,350    લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,67,671 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 1,55,174  લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,39,050 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Embed widget