શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ, ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદ: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, દાદરા અને દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક  જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી છે. 

આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે 

હવામાન વિભાગની આગાહી અનુસાર,અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ,  બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા,  આણંદ, ભરૂચ,  પંચમહાલ, જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં આજે જોરદાર વરસાદ વરસી શકે છે.  

3 કલાક આ ભારે વરસાદનું અનુમાન

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં મધ્યમથી હળવો વરસાદ પડશે. 

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ રહેશે.

પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ,  સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

25 જૂન સુધી ભારે વરસાદી આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 

ગુજરાતમાં હાલ મોનસૂન સતત સક્રિય છે. ગુજરાતમાં વરસાદ લાવતી એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટના કારણે આગામી દિવસોમાં હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. લો પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન, ટફ રેખા  ઓફ શૉરેખા સક્રિય છે. 

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ 

હવામાન વિભાગની આગાહી મુજબ 27 તારીખ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે  વરસાદનુ અનુમાન છે. તો 24 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ છે. 24 બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે, 27 બાદ ફરી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 3 કલાક ભારે વરસાદનું એલર્ટ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 3 કલાક ભારે વરસાદનું એલર્ટ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget