શોધખોળ કરો
Advertisement
મોરબીમાં બે યુવાનોને ડ્રોનમાં બાંધીને માવાનું વેચાણ કરવું ભારે પડ્યું? જાણો કેમ
કોરોનાના કહેરને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મોરબીમાં લોકડાઉનને કારણે અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે
કોરોનાના કહેરને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મોરબીમાં લોકડાઉનને કારણે અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં કોરોનાનો એક જ પોઝિટિવ કેસ છે અને વધુ કેસ ન આવે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ખડેપગે છે. મોરબીમાં ટિકટોક પર ડ્રોનમાં કાચી 135 માવા બાંધી અને આકાશમાં ઉડતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો અને યુવક દ્વારા આ વીડિયો ટિકટોકમાં મુક્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વની વાત એ છે કે, જોત જોતામાં માવના રસિયાઓએ આ વીડિયોને વાયરલ કર્યો હતો. જોકે વીડિયો વાયરલ થયા બાદ મોરબી એસપી ડો. કરનરાજ વાઘેલા સુધી પહોંચી ગયો હતો. ત્યાર બાદ પોલીસે બંને યુવકોને ઝડપી અને તેની ધરપકડ કરી છે. આ કિસ્સો અનેક યુવાનો માટે ચેતવણીરૂપ સમાન છે.
ટિકટિક પર વાયરલ થયેલા આ વીડિયોને લઈને એસપી કરનરાજ વાઘેલાએ બી ડિવિઝન પોલીસને તપાસ માટે આદેશ આપ્યો હતો અને વીડિયો વધુ ફરતો ન થાય એ માટે પણ કડક સૂચના આપી હતી. જેના પગલે બી ડિવિઝન પીઆઈની ટીમને આ વીડિયો ગીતાપાર્ક વિસ્તારનો હોવાનું જાણવા મળતાં જ પોલીસ ગણતરીની કલાકોમાં જ ત્યાં પહોંચી ગઈ હતી અને આ વિવાદિત વીડિયો ટિકટોક પર મુકનારા મોરબીમાં રહેતા જૂનાગઢના માણાવદરના બે યુવાનોની પોલીસે અટકાયત કરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ હિરેન બાબુભાઇ ગરધરીયા અને રવિ ધીરજલાલ ભડાણીયાં નામ સામે આવતાં જ તેમની અટકાયત કરી હતી. જેના પગલે બી ડિવિઝન પોલીસે બન્ને યુવાનો વિરુદ્ધ ગેરકાયદેસર ડ્રોન ઉડાડી અને તેમાં માવા બાંધી અને વેચાણ કરવા લોકોને એકઠા કરવાનો જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion