શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજુલાના ધારેશ્વર ગામના ચેકડેમમાં ન્હાવા જતાં બે યુવકો ડૂબ્યા, જાણો વિગતે
ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાંથી આ વખતે 16થી વધુના ડૂબવાથી મૃત્યુ થઈ ચુક્યા છે.
રાજુલાઃ અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જિલ્લાના તમામ ચેકડેમ, નદી-નાળા છલકાઈ ગયા છે. આ દરમિયાન રાજુલાના ધારેશ્વર ગામે બે યુવકો ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા.
જે ડૂબવા લાગતા તે પૈકી એક યુવકને સ્થાનિકોએ બચાવી લીધો હતો જ્યારે અન્ય યુવકની શોધખોળ શરૂ છે. ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ ડૂબેલા યુવકની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
નોંધનીય છે કે, ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પાંચથી વધુ વ્યક્તિના મૃત્યુ થયા છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાંથી આ વખતે 16થી વધુના ડૂબવાથી મૃત્યુ થઈ ચુક્યા છે.
ઉત્તરપ્રદેશમાં વીકેન્ડ લોકડાઉન ખતમ, માત્ર રવિવારે રહેશે સંપૂર્ણ તાળાબંધી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion