આવતીકાલથી બ્રિટનના વડાપ્રધાન ભારતના પ્રવાસે, અમદાવાદથી કરશે પ્રવાસની શરૂઆત
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આવતીકાલથી ભારતના પ્રવાસે આવશે. બ્રિટનના વડાપ્રધાન પોતાના ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે
અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આવતીકાલથી ભારતના પ્રવાસે આવશે. બ્રિટનના વડાપ્રધાન પોતાના ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે. તેઓ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હયાત રેજન્સી નામની હોટલના બુલેટ પ્રુફ સ્યૂટમાં રોકાશે. તેમના આગમનને લઇને ખાસ તૈયારીઓ ચાલી રહી છે. હોટલમાં નવમાં અને દસમાં માળે આવેલા તમામ રૂમ બુક કરાયા છે. બોરિસ જોનસન ગુજરાતમાં અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે. જેમાં ભારત અને બ્રિટન વચ્ચે વાણિજ્ય સહકાર વધારવા પર ચર્ચા કરાશે.
ત્યારબાદ બ્રિટનના વડાપ્રધાન આગામી દિવસે એટલે કે 22 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બ્રિટનના વડાપ્રધાનની આ યાત્રા યુકેની નવી ઇન્ડોપેસેફિક નીતિ સાથે જોડવામાં આવી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં વસેલા ભારતીય-બ્રિટિશ નાગરિકોમાંથી અડધાથી વધુ ગુજરાતી મૂળના છે. જેના કારણે તેમના પ્રવાસને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
વ્યાપાર મુદ્દે થશે મહત્વની વાત
આ અગાઉ મેચ 2021માં બંન્ને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલી બેઠક થઇ હતી અને 2030ના રોડમેપ પર વાત થઇ હતી. આ રોડમેપ સ્વાસ્થ્ય, જળવાયુ, વ્યાપાર, શિક્ષણ, સાયન્સ અને ટેકનોલોજી અને સંરક્ષણમાં યુકે અને ભારતના સંબંધો માટે એક રૂપરેખા તૈયાર કરે છે. બેઠક દરમિયાન બંન્ને દેશોના સંબંધોની સ્થિતિ માટે વ્યાપક રણનીતિક ભાગીદારી વધારવા પર સહમત થયા હતા.
વ્યાપાર કરારની ચર્ચા વચ્ચે આ વર્ચ્યુઅલ બેઠકના મહત્વના પરિણામોમાં બંન્ને દેશો વચ્ચે વ્યાપારને 2030 સુધી ડબલ કરવા પર સહમતિ સધાઇ હતી. વર્તમાનમાં બ્રિટન અને ભારત વચ્ચે વાર્ષિક વ્યાપાર લગભગ 23 બિલિયન પાઉન્ડ છે.
IPL 2022: આઇપીએલમાં આ બે ટીમોનુ પ્લેઓફમાં પહોંચવાનુ થયુ નક્કી, જાણો બાકીની ટીમોની શું છે સ્થિતિ
જિઓ-એરટેલ-વીઆઇને ટક્કર આપી રહ્યો છે BSNL એકદમ સસ્તો પ્લાન, એકવારના રિચાર્જમાં મળે છે બેગણો ડેટા
Crime News: આંધપ્રદેશમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મમાં 80 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો
CBSE Term 2 Exam 2022: શું નવા શૈક્ષણિક વર્ષમાં નહી લેવાય Term 1 - 2ની પરીક્ષા, જાણો સમગ્ર માહિતી