જિઓ-એરટેલ-વીઆઇને ટક્કર આપી રહ્યો છે BSNL એકદમ સસ્તો પ્લાન, એકવારના રિચાર્જમાં મળે છે બેગણો ડેટા
બીએસએનએલનો 247 રૂપિયાનો પ્લાન એક મહિનાની વેલિડિટી સાથે આવે છે.આમાં ગ્રાહકોને 30 દિવસ માટે કુલ 50 GB ડેટા આપવામાં આવે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન વાળી કંપની બતાવવામાં આવે છે, પરંતુ સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલની પાસે પણ કેટલાય એવા પ્લાન છે, જે જિઓને સીધી ટક્કર આપે છે. બીએસએનએલનો એવો જ એક પ્લાન છે જે ₹247 નો છે. આની સીધી ટક્કર રિલાયન્સ જિઓના લગભગ ₹300 વાળા પ્લાનની સાથે છે. છતાં BSNL પ્લાન બેગણો ડેટા ઓફર કરે છે.
BSNLનો 247 રૂપિાયનો પ્લાન -
બીએસએનએલનો 247 રૂપિયાનો પ્લાન એક મહિનાની વેલિડિટી સાથે આવે છે.આમાં ગ્રાહકોને 30 દિવસ માટે કુલ 50 GB ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને 100 મેસેજ પ્રતિ દિવસ આપવામાં આવે છે. ગ્રાહકોને BSNL Tunes અને EROS now જેવી સર્વીસીઝનો એક્સેસ પણ મળે છે.
Jioનો 296 રૂપિયાનો પ્લાન -
બીએસએનએલની જેમ જિઓનો પ્રીપેડ પ્લાન પણ 30 દિવસ સુધી ચાલે છે. જોકે જિઓ પ્લાનમાં બીએસએનએલની સરખામણીમાં અડધો, એટલે કે 25GB ડેટા મળે છે. આની સાથે જ અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને 100 SMS/ દરરોજ ઉપરાંત જિઓ એપ્સનુ સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.
Vi અને Airtelનો 299 રૂપિયા વાળો પ્લાન -
વૉડાફોન-આઇડિયા અને એરટેલ ગ્રાહકોને 299 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. આ બન્ને પ્લાન 28 દિવસની વેલિડિટી અને દરરોજ 1.5 જીબી ડેટા સાથે આવે છે. આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને SMS આપવામાં આવે છે. ભલે આ બન્ને પ્લાન તમને ડેટા આપી રહ્યાં છે, પરંતુ જિઓ અને બીએસએનએલના પ્લાનમાં મળનારા ડેટા ડેલી લિમીટની સાથે નથી આવતા, જે કેટલાય ગ્રાહકોને બેસ્ટ સુવિધા બની શકે છે.
આ પણ વાંચો.....
ભરઉનાળે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી
દીકરીના લગ્નમાં આ રાજ્ય સરકાર આપશે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ! જાણો કોને મળશે આ યોજનાનો લાભ
Covid-19 Vaccine: કોરોનાના મિક્સ બૂસ્ટર ડોઝને જલદી મળી શકે છે મંજૂરી, જાણો વિગતે
કોંગ્રેસનું મિશન 2024: P.K ના સૂચનો પર કામ કરવા સોનિયાએ પેનલ બનાવી, જાણો કયા નેતાઓનો સમાવેશ થયો