IPL 2022: આઇપીએલમાં આ બે ટીમોનુ પ્લેઓફમાં પહોંચવાનુ થયુ નક્કી, જાણો બાકીની ટીમોની શું છે સ્થિતિ
આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે કઇ ટીમો માટે પ્લેઓફની રેસ એકદમ આસાન છે, તો કઇ ટીમોની આશા સૌથી ઓછી છે.
IPL 2022 News: ઇન્ડિયન પ્રીમિયર લીગની લગભગ અડધી મેચો પુરી થઇ ગઇ છે, અને હવે ટીમો પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરતી દેખાઇ રહી છે. લીગ સ્ટેજમાં કુલ 70 મેચો રમાવવાની છે, અને દરેક ટીમોને 14 મેચો રમવાની છે. સામાન્ય રીતે 16 કે તેનાથી વધુ પૉઇન્ટ પ્રાપ્ત કરનારી ટીમો પ્લેઓફમાં જગ્યા બનાવી લે છે. જો ટીમોના પૉઇન્ટ બરાબર થયા છે તો રન રેટના આધાર પર પ્લેઓફનો ફેંસલો થાય છે. આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે કઇ ટીમો માટે પ્લેઓફની રેસ એકદમ આસાન છે, તો કઇ ટીમોની આશા સૌથી ઓછી છે.
આ ટીમોનુ પ્લેઓફમાં પહોંચવુ લગભગ નક્કી -
હાલના સમયની વાત કરીએ તો હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સ 10 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં નંબર વન પર છે. ખાસ વાત છે કે આ ટીમે અત્યાર સુધી 5 મેચો જીતી છે અને માત્ર એકમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ આરસીબી માટે સારી ખબર છે, આરસીબીએ 7 મેચોમાથી 5 મેચોમાં જીત મેળવી છે, અને 10 પૉઇન્ટ છે. પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. જો ટીમ ચાર મેચ જીતી લેછે તો પ્લેઓફમાં પહોંચી જશે. હાલની સ્થિતિને જોઇએ તો ગુજરાત અને બેંગ્લૉરની ટીમો લગભગ પ્લેઓફ માટે નક્કી છે.
આ ટીમો પણ છે રેસમાં -
હાલની સ્થિતિ પ્રમાણે આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ 8-8 પૉઇન્ટ સાથે પ્લેઓફની રેસમાં બનેલા છે. કોલક્તા અને પંજાબની ટીમો પણ 6-6 પૉઇન્ટ સાથે મેદાનમાં છે. જ્યારે દિલ્હી કેપિટલ્સને હજુ સુધી 4 પૉઇન્ટ જ છે, અને 9 મેચો હજુ રમવાની છે, એટલે દિલ્હી પાસે પણ હજુ મોકો છે.
આ ટીમો માટે છે કઠીન રસ્તો -
આઇપીએલની 15મી સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિન્સ આ બે ટીમો એવી છે, તેમના માટે હાલની સ્થિતિ એકદમ કપળી છે. બન્ને ટીમો આગળની મેચો જીતશે તો પણ અન્ય ટીમો અને ખુદની રનરેટ પર વધુ આધાર રાખવો પડશે.
આ પણ વાંચો.....
ભરઉનાળે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી
દીકરીના લગ્નમાં આ રાજ્ય સરકાર આપશે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ! જાણો કોને મળશે આ યોજનાનો લાભ
Covid-19 Vaccine: કોરોનાના મિક્સ બૂસ્ટર ડોઝને જલદી મળી શકે છે મંજૂરી, જાણો વિગતે
કોંગ્રેસનું મિશન 2024: P.K ના સૂચનો પર કામ કરવા સોનિયાએ પેનલ બનાવી, જાણો કયા નેતાઓનો સમાવેશ થયો