(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકારે ગુજરાતને વિકાસ દિવસે આપી મોટી ભેટ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું કરી મોટી જાહેરાત?
500 કરોડના ખર્ચે ધાનેરાથી ડીસાનો 34 kmનો રસ્તો બનશે. ધાનેરાને કેન્દ્ર સરકાર તરફથી રસ્તાની વધુ એક ભેટ મળી છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ નવા રસ્તા બાબતે જાહેરાત કરી છે.
બનાસકાંઠાઃ કેન્દ્રીય મંત્રીની ધાનેરા હાઇવે બાબતે મોટી જાહેરાત કરી છે. 500 કરોડના ખર્ચે ધાનેરાથી ડીસાનો 34 kmનો રસ્તો બનશે. ધાનેરાને કેન્દ્ર સરકાર તરફથી રસ્તાની વધુ એક ભેટ મળી છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ નવા રસ્તા બાબતે જાહેરાત કરી છે. સતત મુશ્કેલી વેઠતા વાહનચાલકો અને સ્થાનિકો નવીન રસ્તાનો લાભ મળશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ વિકાસની પરંપરા ગુજરાતમાં જે ચાલુ કરી તે પહેલા આનંદીબહેન અને પછી નીતિનભાઈ વિજયભાઈની જોડીએ આગળ વધારી છે.
આજે વિકાસ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, આજે સરકારની કામગીરીને 5 વર્ષ પુરા થઈ રહ્યા છે. જે અંતર્ગત 93 કરોડ રૂપિયાના કામોના લોકોર્પણ અને ખાતમુહર્ત થયા. વિકાસના કામો કોરોનાકાળમાં પણ થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના કાળમાં બધું સ્થિગીત હતું ત્યારે પણ ગુજરાતમાં વિકાસ કામો થઈ રહ્યા હતા. વતન પ્રેમ નવી યોજનની જાહેરાત કરવામા આવી છે. પોતાના વતન માટે જે ફાળો આપશે તેના 40 ટકા ફાળો રાજ્ય સરકાર આપશે. આ યોજના અવશ્ય સારી રીતે ચાલશે. 5 વર્ષ પુરા થયા બાદ પણ હજુ ઘણું વધુ કરવાનું છે. રેસિડેન્ટ ડોક્ટરો ની માંગણીઓ ખોટી છે. અમે વિનંતી કરીએ છીએ કે તેઓ કામે લાગી જાય.
ગાંધીનગરમાં સરગાસણ અને ઈન્ફોસીટી ચારરસ્તા પર બનાવેલા બે બ્રીજનુ લોકાર્પણ કરાયું છે. ડે સીએમનિતિન પટેલ દ્વારા લોકો માટે બંને બ્રીજ ખુલ્લા મુકાયા છે. ૩૫ -૩૫ કરોડના ખર્ચે તૈયાર બંને બ્રીજ બન્યા છે. સરગાસણ બ્રીજ ૧૧૧૭ મીટર લંબાઈ અને ૨૮ મીટર પહોળાઈ ધરાવે છે. ઈન્ફોસીટી બ્રીજની લંબાઈ ૧૧૧૭૨ અને પહોળાઈ ૨૮ મીટર ધરાવે છે.
ગુજરાતમાં આજે લોકોને મળશે 4 બ્રિજની ભેટ, જાણો ક્યાં કયા બ્રિજને લોકો માટે મુકાશે ખુલ્લો
ગાંધીનગરઃ આજે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ 4 બ્રિજનું લોકાર્પણ થવાનું છે. બનાસકાંઠાના ડીસામાં એલિવેટેડ બ્રિજનું આજે લોકાર્પણ થશે. 3.75 કિમિ લાંબા બ્રિજનું આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને નીતિન ગડકરી ઇ-લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ ગાંધીનગરથી ઇ લોકાર્પણ કરશે. 225 કરોડના ખર્ચે તૈયાર થયેલ એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ થશે. બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, ધારાસભ્ય શશીકાંત પંડ્યા હાજર રહેશે.
આ સિવાય આજે ગાંધીનગર-સરખેજ હાઇવેના વધુ બે ફલાયઓવરનું લોકાર્પણ થશે. ચિલોડા-સરખેજ હાઇવેને સંપુર્ણ સીક્સલેન કરવાના ભાગરૂપે ઇન્ફોસીટી અને સરગાસણ ઓવરબ્રીજનું અમિત શાહ ઇ-લોકાર્પણ કરશે. સરખેજ હાઇવેથી અમદાવાદ જવું વધુ સરળ અને ઝડપી બનશે.
આ સિવાય કચ્છમાં આજે માંડવીના રૂકમાવતી પુલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કવર્ચ્યુઅલ લોકાર્પણ રવામાં આવશે. માંડવીમાં રૂકમાવતી પુલ ૧૧.૮૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. નવા પુલનું નિર્માણકાર્ય સંપન્ન થતાં લોકોને કોઝ- વેમાંથી છુટકારો મળશે. રૂકમાવતી પુલ માંડવીમાં રાજાશાહી વખતનું પુલ જર્જરિત બનતા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.