Patan: ચાલું બસે ડ્રાઈવરની તબિયત લથડતા બસ વૃક્ષ સાથે અથડાઈ, ચાલકનું મોત અનેક લોકો ઘાયલ
પાટણ: ચાણસ્મા નજીક ઊંઝા ડેપોની ST બસનો અકસ્માત થયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ડ્રાઇવરની તબિયત લથડતા બસ વૃક્ષ સાથે અથડાઈ હતી. જેમાં ડ્રાઈવરનું મોત નિપજ્યું છે.
પાટણ: ચાણસ્મા નજીક ઊંઝા ડેપોની ST બસનો અકસ્માત થયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ડ્રાઇવરની તબિયત લથડતા બસ વૃક્ષ સાથે અથડાઈ હતી. જેમાં ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. જ્યારે કન્ડકટર સહીત 6 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલું છે. ચાણસ્મા નજીક જીતોડાથી ગંગેટ જવાના માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત તમામને 108 દ્વારા સારવાર માટે ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી.
બોટાદ આમ આદમી પાર્ટીમાં વિરોધ શરૂ
બોટાદ: જિલ્લા આમ આદમી પાર્ટીમાં વિરોધ શરૂ થયો છે. બોટાદ 107 વિધાનસભા આપના ધારાસભ્યની સામે જિલ્લા સંગઠનના હોદેદારો-કાર્યકરો વિરોધમાં આવ્યા છે. ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણા કોઈ કામ કરતા ન હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સર્કિટ હાઉસ ખાતે મળેલ બેઠકમાં એસી.એસ.ટી. સેલ, માલધારી સેલના પ્રમુખ સહિત જિલ્લાના સંગઠનના હોદેદારોએ રાજીનામુ આપવાનું નિવેદન આપ્યું છે. આગામી નગરપાલિકાની ચૂંટણીમાં આપની સામે કામ કરીશું તેવું પણ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય ઉમેશ મકવાણા કામ ન કરતા હોય જેને લઈ પ્રદેશ કક્ષાએ પણ રજુવાત કરવામાં આવેલ હોવાનું આગેવાન દ્રારા નિવેદન આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી જિલ્લા સંગઠનમાં વિરોધ થતા રાજકારણ ગરમાયું છે.
સુરતમાં ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકનું મોત
સુરત: ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકનું મોત થયું છે. ઓલપાડના નરથાણ ગામે ક્રિકેટ રમતી વખતે બેભાન થયા બાદ યુવકનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર નિમેષ આહિર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે જ્યારે ફિલ્ડિંગ કરતો હતો તે દરમિયાન બેભાન થઈ ગયો હતો. જે બાદ તેનું મોત નિપજ્યું. નોંધનીય છે કે, ઘટના પૂર્વે નિમેષ આહિરે ૧૪ બોલમાં ૪૨ રન ફટકાર્યા હતા. યુવકના મોતથી આહિર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડાયો છે. તમને જણાવી દઈએ કે, એક મહિના અગાઉ જ સેલુત ગામે કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત નિપજ્યું હતું.
અમદાવાદમાં BMW કાર વડે દંપત્તિને અડફેટે લેનાર સત્યમ શર્માની રાજસ્થાનથી અટકાયત
અમદાવાદમાં થયેલા BMW હિટ એન્ડ રન કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્માની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી સત્યમ શર્માની અટકાયત કરી છે. આરોપી સત્યમ શર્મા ગુજરાતને અડીને આવેલ રાજસ્થાનના ડુંગરપુરમાં હોવાની બાતમી મળી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડુંગરપુરની એક હોટલ આરોપીને ઝડપી પાડ્યો હતો.