શોધખોળ કરો

Rainfall: પાટણના આ બે ગામોમાં ચોમાસાની જેમ વીજળી પડી, ખેતરમાં રાખેલો ઘાસચારો ભડભડ સળગી ઉઠ્યો, જુઓ.....

આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઠેક ઠેકાણે માવઠાથી મોટુ નુકસાન પણ હવે સામે આવી રહ્યું છે.

Unseasonable Rainfall: આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઠેક ઠેકાણે માવઠાથી મોટુ નુકસાન પણ હવે સામે આવી રહ્યું છે. રાજ્યમાં અત્યારે કમોસમીથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેટલાય ગામોમાં પાણી ઘૂસવાથી લઇને ઘરોમાં છાપરા ઉડવા અને હવે વીજળી પડવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ પાટણમાં વીજળી પડવાથી મોટા નુકનાનીના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારથી થઇ રહેલા માવઠાના કારણે પાટણમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે. પાટણમાં આજના કમોસમી વરસાદે મોટી આફત નોતરી છે, જિલ્લામાં બે અલગ-અલગ ગામોમાં વીજળી પડી છે. પાટણના ખારેડા ગામે વીજળી પડતા ખેતરમાં રાખેલા ઘાસચારામાં જોરદાર આગ લાગી ગઇ હતી, તો વળી, સાંતલપુરના આંતરનેશ ગામે પણ વીજળીથી ખેતરમાં રાખેલા ઘાસચારામાં આગ લાગવાની ઘટના ઘટી હતી. બે અલગ અલગ ઘટનાઓમાં પશુઓ માટેના ઘાસચારામાં નુકસાન પહોંચ્યુ છે, વીજળી પડતા ખેતરમાં બાંધેલા પશુઓ માટે પણ ખતરો ઉભો થયો છે. ઘાસ ચારાની આગને કાબુ કરવા ખેડૂતો દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.  

Rainfall: પાટણના આ બે ગામોમાં ચોમાસાની જેમ વીજળી પડી, ખેતરમાં રાખેલો ઘાસચારો ભડભડ સળગી ઉઠ્યો, જુઓ.....

ખાસ વાત છે કે, માવઠાની આગાહી છે, રાજયમાં આગામી બે દિવસ સુધી ઠેક ઠેકાણે ભારે વરસાદ વરસી શકે છે, અને નુકસાન પણ થઇ શકે છે. આજે સવારથી જ રાજ્યમાં ભારે પવન અને કાળા ડિંબાગ વાદળો છવાયા હતા, અને વિઝિબિલિટી પણ ડાઉન થઇ હતી, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ, સુરત, રાજકોટ, ગોંડલ ધોરાજી. જેતપુર વીરપુર, ઘોરાજી સહિત ઉપલેટામા પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે.

Rainfall: પાટણના આ બે ગામોમાં ચોમાસાની જેમ વીજળી પડી, ખેતરમાં રાખેલો ઘાસચારો ભડભડ સળગી ઉઠ્યો, જુઓ.....

આગામી 24 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અહીં ઠંડા પવન  સાથે વરસાદ વરસી રહ્યો છે. ઘનઘોર વાદળોના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે. વિઝિબિલિટી ઘટતા અને ભારે વરસાદના કારણે અમદાવાદના હાઇવે પર ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા છે. વિઝિબિલિટી ઘટતા દિવસે હેડ લાઇટ કરવાની ફરજ પડી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક અમદાવામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે. વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

સવારથી અમદાવાદથઈ ગાંધીનગર સુધીના વિસ્તારમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારા છે. રાજ્યના 18  જિલ્લાના  60 તાલુકામાં કમોસમી વરસાદે ચોસામા જેવો માહોલ સર્જોયો છે.  અમદાવાદમાં એસજી હાઇવે પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વસરતા, છોડ સાથે કૂડા ધરાશાયી થયા હતા.તો ઇસ્કોન ચાર રસ્તા પાસે હોર્ડિગ્સ પણ ધરાશાયી થયું હતું. શહેરના સોલા રોડ નારણપુરા વિસ્તારમાં કમોસમી વરસાદે લગ્નપ્રસંગમાં પણ ભંગ પાડ્યો, અહીં કમોસમી વરસાદથી લગ્ન મંડપ સહિતની સાજ સજાવટ ભીજાય જતાં લોકો ચિંતામાં મૂકાયા હતા. હજુ પણ આગામી 24 કલાક અમદાવાદમાં ભારે વરસાદનો અનુમાન છે.અમદાવાદના બાવળા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાનની ભીતિ  સેવાઇ રહી છે. ખાસ કરીને જીરૂ, મગફળી, કપાસના પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.  

જુનાગઢના વંથલી અને કેશોદમાં કમોસમી વરસાદ પડ્યો છે. જુનાગઢ જિલ્લાના કેટલાક ભાગમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. ગડુ નજીક ખોરાસા ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ નજીકના વડાલ અને કાથરોટા ગામમાં પણ વરસાદ છે.

તાલાલા ગીર માં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાત્રે ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ ફરી સવારે 6 કલાકે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે મકાન પર વીજળી પડી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, મકાનનો થોડો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારો માં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતા વધી છે. ધાણા, કપાસ, જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ  છે. ધોરાજીમાં કમોસમી વરસાદને લઈને શહેરના માર્ગો  ભીના થયા છે. ભુજ-નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. મોડી રાત્રે 3 વાગે વરસાદી ઝાપટા પડયા હતા. કમોસમી વરસાદના પગલે અનેક જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો હતો. ગીર સોમનાથમાં પણ માવઠું થયું છે. ધોકડવા અને આસપાસના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget