Gujarat Weather: પતંગ ઉડાવવા માટે માફકસર રહેશે હવા કે નહિ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Weather: મકરસંક્રાતિના તહેવારને હવે બે દિવસનો સમય છે ત્યારે પતંગ રસિકોના મનમાં સવાલ થવા સ્વાભાવિક છે કે, 14 જાન્યુઆરીએ રાજ્યનું હવામાન કેવું રહેશે,. તો જાણીએ શું કહે હવામાન વિભાગ

Gujarat Weather:દેશભરમાં મકરસંક્રાતિના તહેવારને લઇને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. એક બાજુ પતંગના સ્ટોલ લાગી ગયા છે તો બીજી તરફ તલના લાડુ, ચિકક્કી સહિતની વસ્તની પણ ભરમાળ જોવા મળી રહી છે. પતંગ રસિકો પતંગ અને ફીરકીનું ધૂમ વેચાણ કરી રહ્યાં છે. આ અવસરે પતંગ રસિકો માટે મહત્વના સમાચાર છે. 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાતિના દિવસ પતંગ ઉડાવવા માટે હવામાન કેવું રહેશે જાણીએ.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ માટે વાતાવરણ સૂકું રહેશે. આ સમય દરમિયાન તાપમાનનો પારો ઉંચે જતાં ઠંડીમાં પણ આંશિક ઘટાડો થઇ શકે છે. જો કે વરસાદની કોઇ આગાહી નથી. એકે દાસે કરેલી આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 24 કલાકમાં 2-3 ડિગ્રી ઊંચું ગયા પછી તેમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની સંભાવનાઓ છે. પવનની દિશાની વાત કરીએ તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ પવનની દિશા પૂર્વથી દક્ષિણ-પૂર્વની છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું હતું, જે 11.4 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે અમદાવાદમાં 15.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સાફ રહેવાની સંભાવનાઓ છે.
અરવલ્લી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે, આજે મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તાપન નીકળતા ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે.
અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારથી ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા ધૂમ્મસ છવાઈ ગઇ, ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોને હાલાકી સહન કરવી પડી રહી છે. જો કે રાજ્યમાં હાલ ઠંડીથી આંશિક રાહત મળી છ, પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી





















