શોધખોળ કરો

Gujarat Rain: વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, કપરાડા પંથકમાં કમોસમી વરસાદ

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કપરાડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી છે.

વલસાડ: વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કપરાડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી છે. કપરાડાના સુથાર પાડા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડના છેવાડે આવેલા કપરાડા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ હતો. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કપરાડાના સુથાર પાડા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. મહત્ત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.    

રાજ્યના ખેડૂતો પર માવઠાનું સંકટ, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યના ખેડૂતો પર માવઠાનું સંકટ છે. બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. અમદાવાદ , ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા , જામનગર, મોરબી, ગીરસોમનાથ સહિત અનેક સ્થળે માવઠું વરસી શકે છે .   રાજ્યમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી સાથે  30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

આવતીકાલે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની સંભાવના છે.  પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, મહેસાણા, ભાવનગર, અમરેલી અને કચ્છમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

સૌરાષ્ટ્ર-કચ્છ  કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાની શક્યતા છે. આવતી કાલે અમદાવાદ, ગાંધીનગરમાં પણ માવઠાનુ અનુમાન છે. કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

સામાન્ય રીતે માર્ચ મહિનાથી તાપમાનનો પારો ધીમેધીમે ઉપર જાય છે.આ વખતે માર્ચ મહિનાની શરૂઆત જ વરસાદની આગાહીથી થઇ છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની ચિંતા વધારી દિધી છે. 

હવામાન વિભાગે શનિવારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ માવઠું થશે. મધ્ય ગુજરાતનાં વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં હાલ વરસાદ વરસવાનું કારણ જણાવતા કહ્યુ કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેની પોઝિશન અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં છે. નોર્થ ઇસ્ટ અરેબિયન સીમાં જેને સંબંધિત એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યુ છે. જેની સાથે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં બનેલું છે. જેના કારણે ગુજરાતમાં ઉપર જણાવેલા જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget