Gujarat Rain: ગુજરાતમાં ફરી ખાબકશે વરસાદ, હવામાન વિભાગે આ રાજ્યોમાં પણ કરી મોટી આગાહી
રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરી છે.

અમદાવાદ: રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરી છે. હાલ તો ગુજરાતમાં સવારે અને રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો થાય છે અને ઠંડીનો અહેસાસ થાય છે ત્યારે બપોરના સમયે અચાનક તાપમાન વધી જાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ફરી એકવાર ગુજરાતમાં વરસાદ ખાબકશે. ભારે પવન સાથે તાપમાનમાં ફેરફાર અંગે મહત્વપૂર્ણ આગાહી જારી કરી છે.દેશના હવામાન વિભાગે પણ અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.
રાજ્યના હવામાનમાં પલટો આવશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ફેરફારની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચના બીજા સપ્તાહમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. એક મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં 28 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં વિપરીત ચક્રવાત સક્રિય થઈ શકે છે, જે સમુદ્રથી દૂર જતાની સાથે જ રાજ્યમાં ફરી વાદળો દેખાવા લાગશે અને ફરી એકવાર હવામાનમાં પલટો આવશે.
અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે
ચક્રવાતને કારણે ગુજરાતના કચ્છ, રાજકોટ, જામનગર, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન, પવન જોરથી ફૂંકાશે, જેના કારણે માર્ચના બીજા અઠવાડિયામાં હવામાન બદલાશે અને ગરમી વધશે. ચક્રવાતને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની પણ શક્યતા છે. હવામાનની આ આગાહી ખેતીને અસર કરશે અને ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. જો કે, ત્યારબાદ હવામાનમાં પલટો આવશે અને તાપમાન ઘટશે. IMDએ એમ પણ જણાવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન મધ્ય ભારતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. દેશના બાકીના ભાગોમાં આગામી 4-5 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી.
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
